________________
૩૦૯
એ ઉપરાંત ગાંધીજી સર્વોદય અર્થ એટલે બધાય ક્ષેત્રોને ઉદય એમ માનતા હતા. એટલે તેમણે રાજકારણ, અર્થકારણ, સમાજકારણ વગેરે દરેક ક્ષેત્રનો ઉદય કેવી રીતે થાય તેની કાળજી રાખી હતી. રાજનીતિ જેવા અટપટા ક્ષેત્રમાં પણ જે અનિષ્ટો જામી ગયા હતાં; તેમને શુદ્ધ કરવા માટે પોતે અખંડ પ્રયત્ન કરતા રહ્યા. બધાય ક્ષેત્રોમાં પિસેલાં અનિષ્ટ ને દૂર કરવાથી “સર્વોદય’ સર્વ ક્ષેત્રેાદય થઈ શકે.
તેમણે કોઈપણ એક ક્ષેત્ર છોડ્યું ન હતું. કોંગ્રેસના તેઓ પ્રારંભથી ટેકેદાર હતા. તેમણે બધાય ક્ષેત્રોમાં નૈતિક-સંગઠને ઊભાં કર્યા હતાં. જે બાકી રહ્યાં ત્યાં સંગઠને ઊભાં કરવાનાં હતાં. એટલે કે સંગઠને વડે જ તેમણે સર્વોદયને નવું રૂપ આપ્યું હતું.
સામાજિક ક્ષેત્રમાં ઊંચનીચના ભેદભાવ, પૃયાસ્પૃશ્યના ભેદ, હજ-મજૂરના વર્ગો દૂર કરી હરિજન સેવક સંઘ વડે તે કામ ઉપાડ્યું હતું. લગ્ન-પ્રથા, મહિલા ઉન્નતિ વ.ના કાર્યોને તેમણે નવું રૂપ આપ્યું. આર્થિક ક્ષેત્રમાં તો ગ્રામસ્વરાજ્ય દ્વારા તેમજ ગ્રામોદ્યોગની પ્રક્રિયા તેમણે લીધી જ હતી. શિક્ષણના ક્ષેત્રમાં નઈ-તાલિમ, ભાષા પ્રશ્ન વ. ઉકેલવા માટે નઈતાલિમ સંઘધારા ઉદયનું કાર્ય કર્યું હતું. સાંસ્કૃતિક ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંસ્કૃતિના તો સુરક્ષિત રાખવાને તેમને પ્રયાસ રહ્યો હતો. ધાર્મિક ક્ષેત્રમાં સાધુ-સાધ્વીઓ પ્રતિ તેમને ખૂબજ આદરભાવ હતો. તેઓ હમેશાં સાધુવર્ગને કહેતા : “તમે પોતાના સ્થાને અને મર્યાદામાં રહીને બધા ક્ષેત્રમાં નીતિ-ધર્મ પ્રવેશ કરાવવાનું ઘણું કામ કરી શકો છે.” આમ ગાંધીજીની હૈયાની સુધી સર્વોદયની દ્રષ્ટિએ સર્વક્ષેત્રે કામ થયાં. “સર્વોદય” માસિક પણ પ્રગટ થતું હતું અને તેમની હયાતીમાં પણ સર્વોદય સંમેલન ભરાયાં હતાં.
હિંદુસ્તાનના બધા ધર્મોમાં “સર્વોદય’નાં બીજ તે હતાં જ. એ વિચારબીજેને ઝાડનું સ્વરૂપ આપવામાં એટલે કે સર્વોદય કરવામાં મોટો ફાળો મહાત્મા ગાંધીજીને છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com