________________
૨૯૮
છતાં ઊંડાણથી અધ્યાત્મકલક્ષી નીતિની દષ્ટિએ આ બધાની મૂલાવણી કરશે અને રચનાત્મક રીતે વારંવાર સૂચનો આપીને અખંડ સાતત્ય (ક) આપશે. તેઓ જ્યાં જ્યાં કડીઓ ખૂટશે કે તૂટશે ત્યાં સાંધશે, પૂતિ કરવા મથશે અને આ સંગઠનને પ્રભાવશાળી, પ્રતિષ્ઠા સંપન્ન બનાવવામાં પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠા હેમી દેશે. રાજ્ય સંસ્થામાં ખાસ કરીને કોંગ્રેસમાં અને રાજ્યતંત્રમાં (લોકસભા-ધારાસભા વગેરે) જનસંગઠન અને જનસેવક સંગઠનના અમુક લેક અમુક હદ સુધી જશે. તે પ્રાયોગિક સંધ કે નૈતિક ગ્રામ સંગઠને રાજકીય પ્રશ્નોમાં, કોગ્રેસ સંગઠન અને કોંગ્રેસ પાર્લામેન્ટરી બોર્ડના ક્ષેત્રમાં શિસ્ત બરાબર જાળવશે. પ્રાયોગિક સંધ પણ સંસ્થા તરીકે પોલિસને આશ્રય નહીં લે, તેમજ નૈતિક સંગઠનો પણ નહીં લે. તે છતાં જે સરકારી તંત્ર કે રાજ્ય સરકાર પરિસ્થિતિને કારણે, સહાય કરવા આવશે તે તેને ઈન્કાર કરશે નહીં. અલબત્ત એમનું લક્ષ તે લવાદી, શુદ્ધિ પ્રયોગ અને શાંતિસેનાના અહિંસક કાર્યક્રમે ભણી જ હશે.
પ્રાયોગિક સંઘની દેરવણી એ નૈતિક જન સંગઠન (ગ્રામસંગઠન, માતૃસમાજ વગેરે ) ચાલશે; છેલ્લું માર્ગદર્શન એમનું જ સ્વીકારશે અને એમને આર્થિક સહાય કરશે. આ પ્રાયોગિક સંઘેમાં ગ્રામ પ્રાયોગિક સંધ, નગર પ્રાયોગિક સંઘ (વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ) બને સઘને સમાવેશ થાય છે. કેંગ્રેસને શુદ્ધ કરવાનું દેશવ્યાપી કામ આ પ્રાયોગિક સંઘની દેખરેખ તેમજ કંફ નીચે નૈતિક જનસંઘઠન કરશે. આથી જ આ દેશમાં ગામડાં, પછાતવર્ગો, અને માતાસમાજોને પૂ. મહારાજ શ્રી સંતબાલજી ઘણો ટેકો આપે છે. આમ ગામડાં અને વિશ્વને અનુબંધ પરસ્પરમાં સંગઠનની સાંકળીઓ જોડીને સંધાશે.
આ આખું કામ ભગીરથ છે. જ્યાં લગી જનસંગઠને, જનસેવક સંગઠને, અને ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ દેશભરમાં સંકલના બદ્ધ વ્યવસ્થિત રીતે આ કાર્યક્રમને ન ઉપાડી લે ત્યાં લગી ભાલ નળકાંઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com