________________
૨૩
છે કે વિશ્વના ધર્મગુરૂઓનું સક્રિય બળ ઊભું થાય તે કેસ આપ આપ ગૌણ બની જશે. પણ તેમ ન બને તે સામે જે બળ પડ્યું છે તેના વડે પ્રયત્ન કરવો જ પડશે–ચાલુ રાખવું પડશે. હલેસાં છોડ્યા વગર કોંગ્રેસ દ્વારા ધર્મ, અર્થ, કામ અને મેક્ષ પુરૂષાર્થ હાલ તે સાધવાને છે.
આ વિશ્વાત્સલ્યના કાર્યક્રમ, ધર્મ, સર્વોદય તેમજ કલ્યાણ રાજના વિચાર સાથે કેટલા બંધબેસતા છે અને ક્યાં મુશ્કેલીઓ છે, તેનો વિચાર હવે પછી થશે.
ચર્ચા-વિચારણા વિશ્વ વાત્સલ્યનું મૂર્ત રૂપ ધર્મમય સમાજ રચના: - શ્રી નેમિમુનિએ પિતાનું વક્તવ્ય એક અનેરાં પાસાંથી રજૂ
કરતાં, ચર્ચા સમયે પ્રારંભમાં જણાવ્યું કે સવારના શ્રી માટલિયાએ વિશ્વવાત્સલ્યના કાર્યક્રમને પિતાની લાક્ષણિક શૈલીએ વ્યવસ્થિત અને પદ્ધતિસર જણાવ્યા હતા. તેમણે આગળ ઉપર જણાવ્યું –
વિધવાત્સલ્યનું મારા નમ્ર મતે મૂર્ત સ્વરૂપ ધર્મમય સમાજ રચના છે. કાર્યક્રમ એટલે કાર્યને આગળ વધારવાનાં પગલાં માંડવાં તે. વિશ્વવાત્સલ્ય ધ્યેય, ધર્યમય સમાજ રચનાના કાર્યને આગળ ધપાવવાનાં પગલાં માંડવો તે છે વિશ્વવલ્ય કાર્યક્રમને હેતુ.
આપણે વિશ્વાત્સલ્યની નીતિનિષ્ઠા અને વતનિષ્ઠા અંગે અગાઉ વિચારી ગયા છીએ. તે ત્યારે જ ટકી શકે જ્યારે કાર્યક્રમ આગળ છે. નહીંતર પ્રજામાં તેની ધારણા ન બેસે અને વિશ્વ વાત્સલ્ય ભાવનાને વ્યાપક વિકાસ થઈ શકે નહીં. “ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના” એ સૂત્ર જેમ વ્યકિત વિકાસ માટે હતું તેમ આજે સમાજમાં ધર્મ લાવવા માટે “ ત્યાગ ન ટકે રે કાર્યક્રમ વિના” એ સૂત્ર ઠેર ઠેર અને ઘેર ઘેર ગૂજતું કરવું પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com