________________
૨૮૮
જોઈને એમાં સુવ્યવસ્થા કેવી રીતે સ્થાપવી, તેને ઉપાય સૂચવી શકે છે; તે પરિવર્તનને જોઈ શકે છે અને કાર્ય-કારણના અનુબધે ભવિષ્યમાં શું થશે તે જોઈ શકે છે. આથી અનુબંધમૂલક ત્રણે સંગઠનોના ક્ષેત્રમાં જ્યાં જ્યાં અશાંતિનાં મૂળ પડ્યાં હોય ત્યાં શાંતિનાં કારણે શેધી શકે અને બતાવી શકે છે. - જ્યાં જન્મે છે ત્યાં મરણ છે, એને ભય પડેલ છે. તેના કારણે સામાન્ય વ્યક્તિમાં એ ભયને લીધે અશાંતિ ઉપજે એ સહજ છે. એટલું જ સહજ દિવ્યદ્રષ્ટા સાધુઓ માટે એ અશાંતિને નિવારી, શાંતિ કરવાનું કામ છે. જેમ ખેડૂત શેરડીને જોઈને રસને ખ્યાલ કરી શકે છે, વૈજ્ઞાનિકો અણુનું ભવિષ્ય જોઈ શકે છે. તેમ દિવ્ય દ્રષ્ટા સાધુસમાજની અવસ્થા જોઈ એનું ભવિષ્ય જોઈ શકે છે. એ શાંતિચિંતક બીજા કરતા વહેલે સમજી શકે છે માટે જ એ નવી વ્યવસ્થા ગોઠવી શકે છે. જ્યાં શાંતિની સમતુલા બગડી ગઈ હોય ત્યાં તેને સાંધી શકે છે. કાર્યક્રમ ચેાથે-સર્વત્ર શાંતિ વિસ્તરે :
એટલે વિશ્વ વાત્સલ્યનું ચોથું ચરણ “સર્વત્ર શાંતિ વિસ્તર!” છે અને તેની રૂએ સૌ સ્થળે શાંતિ વિસ્તારવાની છે. આ કાર્યક્રમ અગાઉ વિચારી ગયા તે પ્રમાણે ક્રાંતદષ્ટા સાધુઓ માટે જ છે. | સર્વત્ર શાંતિ એટલે માત્ર એક વર્તુળ, એક પ્રાંત, એક સંસ્થા, એક દેશની નથી પણ આખા વિશ્વની માનવજાતિમાં અને પ્રાણું માત્રમાં શાંતિ કેમ વિસ્તરે, એવો વિચાર નવેસરથી કરવાનું છે. એનું કારણ એ છે કે વિશ્વના રાષ્ટ્ર વચ્ચે જે અશાંતિની ધારા પડી છે તેને ખાળવા માટે આજની કોઈ એકલી સાધુ સંસ્થા કામ નહીં આપી શકે. વિશ્વશાંતિને પ્રશ્ન એટલે બધા જટિલ બની ગયો છે કે સાધુ સંસ્થા ધર્મની ભાષા બેલશે કે માત્ર ઉપદેશ આપશે તે એનાથી કોઈ પણ વળશે નહીં.
ભાલમાં આ કાર્યક્રમ દ્વારા ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે અને તેથી આગળ વધીને આખા ભારતમાં એક રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com