________________
૨૬૭
ખવા પૂરતી જ છે, અવિશ્વાસ અને ચમત્કારોથી પ્રેરાઇને ખાટા ખ થાય છે તેમાં ધનિકોને પ્રતિષ્ઠા મળી જાય છે. આવા લેાકેાને સેવા અને સદાચાર, નીતિ અને ન્યાયના પ્રચાર કરનારી સંસ્થાઓમાં પ્રતિષ્ઠા. આપવામાં આવતી નથી એટલે તે ત્યાં કવચિત્તજ જોવામાં આવે છે.
આ સંપત્તિ મારી નથી; હું એને ટ્રસ્ટી છું એવું માનવાના બદલે હુ એના માલિક છું તે મને પ્રતિષ્ઠા કેમ મળે? એ વિચાર આવતા નથી, આવે! વિચાર સમાજમાં ત્યારેજ વ્યાપક બને જ્યારે પ્રામાણિકપણે જીવનાર અને કમમાં કમ સંપત્તિ રાખનારની પ્રતિષ્ઠા થાય તેમ જ ધનના ટ્રસ્ટી તરીકે પેાતાને સમજનારની પ્રતિષ્ઠા થાય.
પૂણિયા શ્રાવક પૈસાદાર નહતા, છતાં તેમની પ્રતિષ્ઠા ઓછી ન હતી. ખુદ મગધ નરેશ શ્રેણિક તેને ત્યાં ચાલી ચલાવીને ગયેલા. એવી જ રીતે જમનાલાલજી બજાજ પોતાને સંપત્તિના ટ્રસ્ટી સમજતા હતા અને મહાત્મા ગાંધીજીની સલાહથી સેવાનાં કાર્યમાં ખુલ્લા દિલથી પૈસા ખતા હતા. તેમની પ્રતિષ્ઠા ગાંધીજીના કારણે થઈ સાથે જ તેમના પ્રામાણિક જીવન વહેવારથી પણ થઈ.
આ રીતે સમાજમાં માલિકી હક્કની મર્યાદાને પ્રતિષ્ઠા મળી શકે અને ત્યારબાદ વ્યકિતને માલિકી હક્ક મર્યાદા લેવામાં અકળામણ નહીં થાય. માલિકી હક્ક મર્યાદા સાથે વ્યવસાય મર્યાદા, વ્યાજ ત્યાગ અને વ્યસન મર્યાદા :
સમાજમાં માલિકી હક્ક મર્યાદા માટે વ્યવસાયેની મર્યાદા કરવી જોઈ એ, પ્રાચીનકાળમાં તેા કમઁના હિસાબે ચારે વર્ણીના ધંધાનું વર્ગીકરણ કરી દેવામાં આવ્યું હતું. પણુ, આજે તે એની રીત બદલાઈ છે. આજે તે ગમે તે વને માણસ ગમે તે વ્યવસાય કરે છે. એટલે વ્યવસાય મર્યાદા તરીકે એક માણસ એક જ ધંધા કરે અથવા આવક માટે એક જ વ્યવસાયનું સાધન રાખે એવી વિચારણા સમાજમાં પ્રચલિત થવી જોઈ એ. તે એક વ્યકિત પાસે મૂડી ભેગી ન થઈ શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com