________________
મર્યાદા કરે છે પણ તેના કુટુંબીએ તેને સાથ આપતા હતા નથી. કયારેક કુટુંબીઓ વ્યવસાય મર્યાદા ન સ્વીકારવા ઈચ્છે કે સંપત્તિને ટ્રસ્ટી તરીકે ઉપયોગ ન કરવા ઈચ્છે એવું પણ બને છે. પત્ની પણ વિરોધ કરે કે સાથ ન આપે અને સંતાનની મર્યાદા ન કરે તે સતાનના પાલણ–પષણમાં વાંધે આવે. પત્નીને સંતાનના લગ્નમાં જૂની પ્રણાલિકા પ્રમાણે ખેટો ખર્ચ અને કરિયાવર કરવાની ઈચ્છા પણ થઈ શકે. સમાજમાં ધન કે ધનવાનનું મૂલ્ય વધુ આંકવામાં આવે અને સાદાઈ ત્યાગ અને સંયમની પ્રતિષ્ઠા ઓછી થાય અને માલિકી હક મર્યાદાને પ્રતિષ્ઠા જ ન મળે. આવાં ઘણાં વિરોધી કારણે ઊભા થતાં એક વ્યકિત મન હેવા છતાં વ્રત લેતા અચકાય તે સ્વાભાવિક છે. તે એના માટે શું થવું જોઈએ?
તેના માટે એક જ ઉપાય છે કે જેમ વ્યકિત માટે માલિકી હક મર્યાદા છે તેમ સમાજ માટે પણ માલિકી હક મર્યાદાને વિચાર પણ પહેલો કર પડશે. સમાજની આજની રૂઢ દ્રષ્ટિ અને પરિસ્થિતિ બન્નેમાં પરિવર્તનને પ્રયત્ન કરવો જોઇશે, દષ્ટિ પરિવર્તન માટે વિચારપ્રચાર કરવો પડશે અને પરિસ્થિતિ પરિવર્તન માટે નૈતિક સંગઠને અને સહકારી બે, માલિકીને સહિયારી બનાવવાની પ્રથા ઊભી કરવી પડશે.
કે આજે પૈસાને કારણે પૈસાદારોને જે પ્રતિષ્ઠા અપાતી હતી તે ઘટતી જાય છે અને સમાજ તેમને ઓછા આદરની સાથે જોવા લાગે છે. છતાં, હજુ ભદ્ર સમાજમાં તેમની ઔપચારિક પ્રતિષ્ઠા ચાલુ છે. સંસ્થાઓની સભામાં, ધર્મસ્થાનકો વગેરે અમૂક સ્થળોમાં તેમને અગ્રસ્થાન કે ઉચ્ચ સ્થાન અપાય છે, એની પાછળ ભલે તેમની પાસે પૈસા કઢાવવાની દષ્ટિ હેય પણ, એ રીત ખોટી છે. હજુ પણ જોવામાં આવે છે કે મંદિરની પ્રતિષ્ઠા અને ઉત્સ વગેરેમાં પૈસા અને પૈસાદારને મહત્વ અપાય છે, ત્યાગ સાદગી કે ત્યાગીઓને મહત્વ અપાતું નથી એનાં કારણોમાં એ છે કે એ પ્રતિષ્ઠા કેવળ વધારે પૈસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com