________________
લાગુ કરવું પડશે. વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કે સમૂહ સમૂહ વચ્ચે મિત્રી સધાય છે તેવી જ રીતે એક બીજા દેશે એક બીજા વચ્ચે મિત્રી કેળવે; એક બીજાના પૂરક બને, સહાયક બને તે મૈત્રી ચિરસ્થાયી બને.
અમેરિકા અને રશિયા વચ્ચે આજે અથડામણ ચાલે છે. તેનું મૂળ કારણ તપાસી બન્ને દેશો; શાંતિથી જીવવું અને જીવવા દેવું, એમ વિચારે તે વિશ્વમત્રી સાધી શકાય. આ માટે ભારતે હમેશાં પ્રિરણું આપી છે અને હજુ પણ આપે છે. એનું કારણ એ છે કે અહીં “જીવો અને જીવવા દો”ની ભાવના લોકોમાં ઊંડાણથી પ્રવેશી છે. કોઈ વખત કોઈ ભારતવાસીએ પરદેશ જઈને આક્રમણ કર્યું એને એક પણ દાખલા મળતો નથી. અહીં જરૂર પરસ્પરમાં ન્યાય, નીતિ કે ધર્મની રક્ષા નિમિતિ યુદ્ધ થયાં; વિદેશીઓએ આક્રમણ કર્યું તે જરૂર લડત આપી; પણ રાજ્ય લાલસા માટે અહીં યુદ્ધોને ઉત્તેજન ઓછું મળ્યું છે. રામનું રાવણ સાથેનું યુદ્ધ કે પાંડવોનું કૌર સાથેનું યુદ્ધ ન્યાય, નીતિ અને સંસ્કૃતિની રક્ષા નિમિત્તે હતું. એમ પણ કહી શકાય કે મહાભારતનું યુદ્ધ તે પરસ્પરના સહઅસ્તિત્વને સ્વીકારવા માટે જ હતું. આ બધાની વિશેષતા એ હતી કે આ યુદ્ધો થયાં બાદ કોઈએ વિજેતા પક્ષે સંહારલીલાની પ્રશંસા કરી નથી.
મૈત્રીભાવ કેળવવા માટે એક તરફ જ્યાં સમસ્ત નાના છો તરફ તેને પ્રગટાવવી જરૂરી છે તેવી જ રીતે બીજી તરફ સમાથી લઈને રાષ્ટ્ર અને સમષ્ટિ સુધી તેને પ્રગટાવવી જોઈએ.
આ ભાવ પ્રગટ કરવા માટે સર્વ પ્રથમ તે દરેકના જીવનના અસ્તિત્વને સ્વીકાર કરી; તેનામાં પોતાના જેવી આત્મીયતા નિહાળવી જરૂરી છે. એ આત્મીયતા જ જગતના છ પ્રતિ આત્મવતું મિત્રી પ્રગટાવશે.
પ્રમોદભાવના : સારી સંસ્થા દ્વારા ઉગ્ર ઘડતર પામેલી વ્યક્તિ, ગુણીજને, સત્ય-અહિંસાની દિશામાં પુરૂષાર્થ કરનારી સંસ્થાઓની પ્રશંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com