SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ રપ૦ છેવટે બને તરફને આગ્રહ વધતા જતા હતા એટલે, તે હારની રકમ ધર્માદામાં આપવાનું નકકી થયું. આ પછી જિનદાસ શેઠ જિનપાળ અને તેની પત્ની બધાય મુનિરાજ પાસે જઇ પોત પોતાની ભૂલોને પ્રશ્ચાતાપ કરે છે અને પ્રાયશ્ચિત સ્વીકારીને શુદ્ધ થાય છે. ' આવા અનેક બીજા દાખલાઓ મળી આવશે. જ્યાં શેઠે છાની મદદ કરતા, ગરીબોને ધધે લગાડતા એટલું જ નહીં પરદેશ જતા હોય ત્યારે ઘણાને સાથે પણ લઈ જતા; એ રીતે તેમને પગભર કરતા. કદાચ કોઈ માગી ન શકે તે તેની એકસાઈ કરી, છાની કે આડકતરી રીતે મદદ કરવાનું તેઓ ચૂકતા નહીં.' સૌરાષ્ટ્રમાં શામળશા શેઠ થઈ ગયા, એક વખત એમને ત્યાં પુત્રવધુના સીમંતને પ્રસંગ હતા. ગામની બહેને મંગળગીત ગાવા તેમને ઘેર ભેગી થઈ. બીજી તરફ ઘેરઘેર લાડવા મૂકવા માટે વળાતા હતા. શેઠે પોતાના પુત્રને કહ્યું : “દીકરા! મોટા મોટા ઘરમાં તો રેજ મિઠાઈઓ ખવાતી હોય છે એટલે એમાંથી કોઈને ભૂલી જવાય તે ચાલશે. પણ, ગરીબ અને મધ્યમવર્ગના લોકોમાંથી એકને પણ ભૂલ્યો તે મને આ લાડવા ગળ્યાં લાગશે નહીં. સાથે જ પેલી યાદી તે લઈ આવ-જેમાં ગરીબ, મધ્યમ વર્ગનાં નામ લખેલાં છે. એમને ત્યાં લાડવા મોકલવા કરવાનું ધ્યાન હું રાખીશ.” , આવી હતી ગરીબ ભાઈઓ અને બહેને તરફ ધનવાની આત્મીયતાની દષ્ટિ જેના લીધે તેમની પાસેનું ધન ગરીબોને ખૂચતું. નહી. તેઓ એમ જ માનતા કે પૈસાદારે તે અમારી રિઝર્વ બેંક છે. જ્યારે અમને જોઈએ ત્યારે અમે તેમની પાસેથી જ લઈ શકીશું. અમારે ધનને સંગ્રહ કરવાની જરૂર શું છે! * શામળશા શેઠને દીકરે ગરીબ અને મધ્યમ વર્ગની યાદી ઉપાડી લાવ્યો. શેઠે તે યાદી પ્રમાણે દરેક માટે સહેજ મોટા ચાર ચાર લાડવા બનાવતી વખતે દરેકમાં બબ્બે સેના મહોર મૂકી. અને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy