________________
૨૫૫
રાષ્ટ્રને તેમાંથી જરૂરનું અપાવવાનું અને તેને પગભર કરવા માટે તેને ચિંતન કરવું જોઈશે. વિશ્વ વાત્સલ્યની દૃષ્ટિએ તેવા કરકસરથી રહેશે અને અભાવથી જે પ્રાંત પીડાતા હશે તે પોતાને મદદ પહોંચાડવા માટે પ્રેરાશે અને શક્ય તેવા પ્રયત્ન તે કરી ટશે.
ઈગ્લાંડને દાખલો લઈએ. તે લોકો લાઈના જમાનામાં, રાષ્ટ્રવત્સલથી પ્રેરાઈને, રેશનથી જેટલું અનાજ મળતું; કંટ્રલથી જેટલું કપડું મળતું તેનાથી ચલાવતા અને થીગડાં મારીને પણ કપડાં ચલાવતાં. એમાં ઘણા એવા પણ હતા જે કાળાંબજારમાંથી કે વધારે પૈસા આપીને ખરીદી શકે એવી સ્થિતિમાં હતા. તે છતાં એ લોકો એવું નહોતા કરતા. કોઈ ભારતવાસીએ એક ઈંગ્લાંડવાસીને પૂછ્યું કે તમે બ્લેક માર્કેટથી વધુ અનાજ કે કપડાં કેમ લઈ લેતા નથી. શા માટે આટલું દુઃખ વેઠી રહ્યા છો ? ત્યારે તેમણે જવાબ આપ્યો: “તેથી અમારા રાષ્ટ્રને મોટું નુકશાન પહોંચે છે. આવી મર્યાદાથી અમારા રાષ્ટ્રની મર્યાદા જળવાય છે. જે અમે એ મર્યાદા તોડી દઈએ તે અમારા બીજા દેશવાસી ભાઈઓને સામગ્રી પૂરતી ન મળવાથી કષ્ટ વેઠવું પડશે. એટલે રાષ્ટ્રભક્તિની દષ્ટિએ પણ અમારે આ મર્યાદા મૂકવી નહીં જોઈએ.”
આ ઉપરથી સમજી શકાય છે રાષ્ટ્રવત્સલ લોકો સરકાર દ્વારા લાગુ કરેલ મર્યાદાનુ કાળજી પૂર્વક પાલન કરે છે તે આપણું દેશવાસીઓએ તે સ્વેચ્છાએ તેવી મર્યાદા લાગુ કરી તેને પાળવી જોઈએ. તેજ રાષ્ટ્રવાત્સલ્ય સાધી શકાય.
જેને સમાજ વાત્સલ્ય સાધવું હોય તેણે પિતાની સંપત્તિ સમાજની ગણવી જોઈએ. (સમાજ-વાત્સલ્ય એટલે સાધર્મો વાત્સલ્ય એવી તારવણી અગાઉ થઈ ચૂકી છે.) પિતે મેળવેલી સંપત્તિ, સમાજ દ્વારા જ ઉપાર્જિત કરેલ છે અને પિતે એ સંપત્તિને ટ્રસ્ટી છે એમ તેણે માનવું જોઈએ. એટલે જ્યારે જ્યારે સમાજને જરૂર પડે ત્યારે ત્યારે તે કષ્ટો વેઠીને, કરકસર કરીને પણ તેણે સમાજને આપવી જોઈએ. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com