________________
૨૪૮
ત્યાં ભણ્યા બાદ સરાષ્ટ્રમાં આવ્યા. કોંગ્રેસે આગ્રહ કર્યો. ત્યાં કહ્યું : “રચનાત્મક કામ ગમે છે.”
મુરબ્બી નાનાભાઈએ કહ્યું ત્યારે મેં વિનવ્યા કે “હું અન્યાયને પ્રતિકાર કર્યા વિના ન રહી શકું
તેમણે કહ્યું : “તે એકલા શિક્ષણનું સાતત્ય ન રહે !”
એવામાં મુનિશ્રી સંતબાલાજીને પ્રયોગ અપનાવ્યો. એટલે સૌરાષ્ટ્રની રચનાત્મક સમિતિએ કહ્યું : “સેવક અમારા અને કહ્યું કરે મુનિશ્રી સંતબાલજીનું !” તમારું આવું અનુકરણ બધા કરવા માંડે તો?”
મેં કહ્યું: “વેતન નહીં લઉં.”
પાંચ વર્ષ વેતન ન લીધું પણ ક્યારેય ખાસ મુશ્કેલી પડી નથી. આપણે માનીએ કે જમીન ઉપર પડ્યા, પણ ત્યાં પથારી પાથરેલી જ હાય, એટલે પડ્યા છતાં માર લાગે નહીં. બાકી સામાન્ય મુશ્કેલીઓ તે આવે છે. ત્રણેક માસ માત્ર છાસ-રોટલા ઉપર ચાલ્યું હશે. બાકી તે દરેક સ્થળે પ્રતિકૂળતામાં અનુકૂળતા જ મળતી ગઈ. અઢારથી બેતાલીસ વર્ષની ઉમ્મરના આ ગાળામાં સત્યશ્રદ્ધાના પ્રતાપે જ બધું થયેલું હું માનું છું. અમારી દાદીમાએ બે બંગડી અને ચેઈન બહુ આગ્રહથી મારી પત્નીને આપ્યા. તે ટ્રસ્ટી તરીકે એ પાંચ તોલા સોનું, કુટુંબનેહના પ્રતિક તરીકે સાચવી રાખ્યું છે. રાજયાશ્રિત થવાનો પણ મેં ત્યાગ કર્યો છે. પણ બધી સંસ્થાઓ સાથે સાતત્ય સાચવી રાખ્યું છે. કારણ કે માત્ર એકાકી રહેવાથી તે સ્વેચ્છાચારી થઈ જવાય છે.
કાશ્રયી (જનાધારિત રહેવા માટે એક વર્ષ મારા પરિચિત સ્થળોની આતીઓ-(સૂતર)થી કામ ચલાવ્યું. દલીલ કરનારા મુરબ્બીઓએ દલીલે ખૂબ કરી; “આંટી આપી દે અને વેતન પૂરૂં લો !”
કહ્યું : “ જનાધારિત રહેવાની વાત હોય છે એ જ રીતે ચલાવી લેવું રહ્યું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com