________________
૨૪૬
અને ફરસાણ યુક્ત ભેજન છે અને સ્વસ્ત્રી વિષે પણ સંપૂર્ણ સંયમ ક્રમે-કમે કેળવતે જાય તે રીતે સત્યની દિશામાં પણ સાધના ક્રમે ક્રમે કરવી પડે છે.
અનુભવ નમ્રભાવે કહી દઉં –“પિતાજીની ઈચ્છા કાંતે હું ડેકટર થાઉં અને કાંતિ વેપારી બનું; એ જાતની હતી. પણ, ન્યાય-સંપન્ન આજીવિકા વેપારમાં અશકય હેઈ, તે મારા માટે બંધબેસતું નહોતું. બીજો વિકલ્પ ડેકટર બનવાનો હતો. હું જ્યારે ભણવા ગયો ત્યારે પિતાજીએ વાત્સલ્યભર્યા આગ્રહે રૂપિયા પચાસ મને આપેલા. તે મેં પ્રતીકરૂપે લીધા અને વાપર્યા નહીં, - હું ઈન્ટરમાં ભણતો હતો તે વખતે એક બનાવ બન્યો. એક વિદ્યાર્થી બી. એ.ના છેલ્લા વર્ષમાં હતા. ટર્મ ભરવાનાં નાણાં તેની પાસે નહીં. જે એ ઊઠી જાય તે સરકારી નેકરીમાં મેટ્રીક પાસ સુધીની જ યોગ્યતા ગણાય.
મેં મહાવીર વિદ્યાલયની મને મળેલી લેન તેને આપી દીધી. હું કપડાં જોયેલાં પહેરું એટલે બીજા વિદ્યાર્થીઓ હું સાધન સંપન્ન છું એમ કદાચ માની લેતા હશે. મેં લોન બીજા વિદ્યાથીને આપી દીધાની વાત મહાવીર વિદ્યાલયના તે વખતના મંત્રી શ્રી મોતીચંદ કાપડિયાને લખી જણાવી. તેમને ઠપકો મળ્યો કે “આમ તમારાથી ન અપાય !” પણ મને તે જ્યારે જરૂર પડી ત્યારે લોન એક યા બીજી સંસ્થા તરફથી મળી ગઈ અને કામ ચાલ્યું. છે તે વખતે છાત્રાલયને ખર્ચ માસિક દશ-પંદર રૂપિયા આવે. હું ત્રણ વર્ષ રહ્યો. તાળું ભારત નહીં છતાં પણ એક પાઈ ચેરાઈ નહીં. બી. એ. ભણે ત્યાં સુધી આમ ચાલ્યું. એક છોકરો પૂના જતાં બેગ લઈ ગયો એટલે ધાબળામાં કપડાં વીંટીને હું નીકળી પડ્યા. જે કુટુંબમાં હું જમતે ત્યાં પણ મને મળે તેટલું આપી દેવાની વૃત્તિ હતી. એ કુટુંબને પણ અમારાથી રાહત હતી. મારી પાસે એક રૂપિયે હતે. તે લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com