________________
“હજરત મહમ્મદ સાહેબ જ એકલા પયગંબર નથી. બીજ પણ પયગંબર જુદા જુદા મુકેમાં ખુદ એ એકલવ્યા છે ! “ઈસ્લામ ધર્મની આ વાત પણ એકાંત હઠાગ્રહને છોડવા માટે જ છે. એવી જ રીતે જેમ દર્શને પંદર ભેદે સિદ્ધોમાં સ્વલિંગ સાથે અન્યૂલિંગ સિહીતે સ્થાન આપ્યું છે. એટલું જ નહીં ભરત ક્ષેત્રમાં જ્યારે તીર્થકર ન થઈ શકાય તે બહારના ક્ષેત્રોમાં તીર્થકર થઈ શકે છે એ વિધાન કર્યું. આની પાછળ પણ એકાંત હઠાગ્રહને મૂકવાની જ વાત છે.
એટલે સત્ય શ્રદ્ધા માટે આમ બધી વસ્તુઓ ઉપર ઊંડાણથી જ વિચાર કરવો જોઈએ અને જ્યાં ભૂલ થતી હોય, બીજાને અન્યાય થત હોય, પિતાના મતમાં પૂર્વગ્રહના કારણે બીજને ખાટું કહેવામાં આવતું હેય; ત્યાં પોતાની ભૂલ સુધારી, સામી વ્યક્તિ પાસે ક્ષમા માગવી જોઈએ. ક્ષમાપનાને એટલા માટે સત્યશ્રદ્ધાના ઉપવ્રત તરીકે રાખવામાં આવી છે.
આમ દરેક ધર્મ, શાસ્ત્ર, વ્યકિત કે વિચારધારામાંથી સત્ય કે તત્ત્વ તારવવાની દૃષ્ટિ અને વૃત્તિ રખાય તે સત્યશ્રદ્ધા વ્રતનાં બધાં પાસાંઓ સચવાશે.
ચર્ચા-વિચારણા સત્યશ્રદ્ધાની કટી
શ્રી માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતા કહ્યું કે “જેમ બ્રહ્મચર્ય નિષ્ઠાની કટી સ્વાદ-જય અને જનનેન્દ્રિય સંયમ છે, તેમ સત્યશ્રદ્ધાની કસોટી છે –(૧) કુટુંબ (૨) સંપત્તિ (૩) સત્તા પરની મર્યાદા અને વિજ્ય. જેમ ગૃહસ્થાશ્રમીએ પણ સંતાન હેતુ માટે સ્ત્રી તથા સ્ત્રી પુરુષ વચ્ચે, ઈતર સ્ત્રી પુરૂષોની મર્યાદા જાળવવી અનિવાર્ય બને છે તેમ, સ્વાદ માટે માંસાહારી, માંસ છોડે, દડાં ડે; અને શાકાહારી કંદમૂળ છેડે, એવા મિઠાઈ છેડે; મસાલાવાળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com