________________
૨૩૭
પણ રહેવી જોઈએ. એટલા માટે જ સત્યક્ષા વ્રતનું એક ઉપવ્રત સર્વ ધર્મ ઉપાસના રાખવામાં આવ્યું છે. કઈ વસ્તુ ક્યા કારણસર, કયા સ્થળેથી અને કેવા સમયમાં કહેવામાં આવી છે એને પૂર્વાપરને સંબંધ વિચાર્યા વગર, સંદર્ભ મેળવ્યા વગર કોઈને ખોટું કહેવું કે નિંદા કરવી
એમાં અસત્યને અંશ આવ્યા વગર રહેતો નથી. . એક વખતે એક મેગી જે પહાડની ટોચે રહેતા હતા; તેમણે પિતાની આંખે અનુભવ કરીને એક ભેજપત્ર ઉપર લખ્યું : “ડે કુતરા જેવડે દેખાય છે.”
આ ભોજપત્ર એક વાર વંટોળ આવ્યો અને ઊડી ગયું. તે ઊડતું ઊડતું એક ભાઈના હાથે લાગ્યું. એણે લખેલું વાંચ્યું અને પિતાના મિત્રને બતાવીને કહ્યું: “આ ખોટું છે.”
મિત્રે પણ ટાપસી પૂરી કે “આ લખનાર ભૂખ લાગે છે.”
ફરતા ફરતા તેઓ પેલા પહાડની ટોચે પહોંચ્યા. તેમણે પેલા યોગીને જોયા અને ભોજપત્રનું લખાણ સાચું છે કે કેમ તે વિષે પૂછયું. તે યોગીએ કહ્યું: “આ તો મેં લખ્યું છે. આંખ અને અનુભવની દષ્ટિએ તે સાચું છે પણ સામાન્ય સમજણ પ્રમાણે કોઈને ખોટુ લાગી શકે !”
એમ કેમ ?”
ત્યારે પેલા યોગીએ પહાડની તળેટીમાં એક ઘોડે જતો હતો તે બતાવ્યો અને કહ્યું: “જુઓ અહીંથી! આ કુતરા જેવો લાગે છે કે નહીં ?
તેમણે સ્વીકાર્યું કે અમે આ દષ્ટિએ વિચાર્યું નથી અને એ. દષ્ટિએ લખેલું તે વાક્ય બરાબર છે. એવી જ રીતે બધા ધર્મોનું છે.. સ્થળ, કારણ, કાળ અને લોક માનસને ખ્યાલ કર્યા વગર જ ઘણા લોકો બીજાના ધર્મને ખોટો બનાવી દે છે, એટલું જ નહીં એક જ ધર્મના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com