________________
૨૩૬
તેમજ ખંડન કરવા લાગ્યા. દરેક એમ જ કહેવા લાગ્યો કે મારી દવાથી જ આ રોગ મટશે. તેમને વાક-કલેશ એટલો બધો વધી ગયું કે તેઓ કોઈ એક નિર્ણય ઉપરજ ન આવી શક્યા કે રોગીને કઈ પદ્ધતિએ ઇલાજ કરવો જોઈએ? રોગી મરણાસન હતો પણ કોઈને એની ફિકર ન હતી. બધાને પિતાની ચિકિત્સા – પદ્ધતિની પ્રશંસા કરવાની જ પડી હતી.
છેવટે એક સમજુ અને બુદ્ધિમાન માણસ આવ્યો અને કહેવા " લાગે : “તમને કંઈ પણ ભાન છે કે નથી ? તમે પિત પિતાની પદ્ધતિની પ્રશંસા કર્યા કરે છે પણ કેઇને, રેગીને સાજો કરવાની ચિંતા નથી. તમે બધા નિષ્ફર, હૃદયહીન, અને સ્વાથી લોકે છે !”
અને અયોગ્ય ચિકિત્સકો છે. આ સાંભળી બધા શરમાઈ ગયા અને - નીચું મોઢું કરીને ચાલતા થયા.
આવી જ હાલત આજે ધર્મોની થઈ છે. દુનિયા અનિષ્ટ રોગથી પીડાઈ રહી છે; હિંસા, અન્યાય, અનીતિ, દાંડાઈ અસત્ય વગેરે પાપતાપથી આ વિશ્વ પીડાય છે. બધા ધર્મો ભેગા થયા છે પણ તેમને અનિષ્ટ-નિવારણ કરવા અંગે કઈ પણ પડી નથી. તેઓ પિતપતાની પ્રતિષ્ઠા વધારવા માટે લડી રહ્યા છે કે કેવળ પિતાના ધર્મનુયાયીએને વધારો કરવામાં બેઠા છે. અનિષ્ટોથી પીડાતી આ દુનિયાને તેમના અનુયાયીઓને પણ તેઓ દુઃખ નિવારણ ઔષધ રૂપ સત્યઅહિંસા વગેરેના યુગાનુરૂપ કાર્યક્રમો આપવા તૈયાર થતા નથી. આજને માનવસમાજ માંડે છે. નૈતિક મૂલ્ય પરવારી ચૂક્યાં છે તે છતાં પિતાના ધર્મની પ્રશંસા અને બીજાની નિંદા, એનાથી ઉપર આવી તેને ઠીક કરવાની ચિંતા બહુ જ થોડા લોકોને છે. સંકુચિતતાના નાના અને બંધિયાર ક્ષેત્રમાં ધર્મ જેવા વ્યાપક તત્વને બંધ કરી લોકોને સત્યશ્રદ્ધા રૂ૫ ધર્મના પાલન કરવાને દા કરે; એ બેટ છે. આ માટે જરૂરી છે કે બીજાના ધર્મને દષ્ટિકોણને તેની અંદર રહેલા સત્યાંશને સમજવાનો પ્રયત્ન થવો જોઈએ અને તેમાં સત્યાંશ લાગતું હોય તે તેને સ્વીકૃતિ આપવાની તત્પરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com