________________
૨૩૪
પણ ધીમે ધીમે કામ વધવા લાગ્યું. સંતાને પણ વધવા લાગ્યાં અને એક બીજાના સમાચાર પણ આવતા બંધ થઈ ગયા. ધીમે ધીમે તેમની વચ્ચે બધે વહેવાર બંધ થઈ ગયો. - એકવાર એવું બન્યું કે વર્ષો પછી જુદા જુદા દેશમાં વસેલા એ ત્રણે કુટુંબના મુખ્ય માણસે પ્રવાસમાં ઓચિંતા મળી ગયા. વાતે ચાલી પાસે બેઠા અને સૌએ સાથે જમી પણ લીધું. તે છતાયે તેઓ એક બીજાને ઓળખી શક્યા નહીં. કારણ કે ત્રણે કુટુંબોની ભાષા, રહેણીકરણી, પોશાક વગેરેમાં ફરક પડી ગયો હતે. છતાં પણ તેઓ પરસ્પરને પ્રેમ અનુભવતા હતા. પ્રવાસ લાંબે હતો અને હજુ છૂટા પડવાની વાર હતી, એ પૂછપરછ થતાં પત્તો લાગ્યો કે ત્રણે કુટુંબોને એક જ સ્થળે જવું છે. એથી આપસમાં સવાલ-જવાબ થયા અને ખબર પડી કે ત્રણે એક જ કુટુંબના છે, કાળબળથી તેમના પૂર્વજો વિભિન્ન દેશોમાં જઈ વેપાર માટે વસી ગયા હતા. આ જાણ થતાં આ ત્રણે પકીના દરેકના મનમાં બહુ આનંદ થયો, ત્રણે કુટુંબ પિતાના મૂળ પૂર્વજોના ગામે પહોંચી ગયા.
એવી જ રીતે ભારતમાં કે વિદેશમાં પેદા થયેલા બધા ધર્મોની સ્થિતિ છે. હિંદુ બૌદ્ધ અને જૈન એ ત્રણ ભારતીય ધર્મો અને ઈસ્લામ તેમજ ખ્રિસ્તી ધર્મના મળ અને ઉદ્દેશ તે એક જ છે. આર્ય જાતિની એક શાખા ઈરાન (આયપિન) ગઈ, એક આરબ (આર્યપ) ગઈ અને એક ભારત (આર્યાવર્ત) આવી, આ બધા લોકોની વિચાર પદ્ધતિ એક જ પ્રકારની હતી. તેઓ જે જે દેશમાં ગયા. તે તે દેશની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની પ્રજાકીય પરિસ્થિતિ તેમજ વહેણો પ્રમાણે અને સમયની જરૂર પ્રમાણે દરેક ધર્મસંસ્થાપકે ધર્મને પ્રરૂપો, જેઓ સર્વધર્મ–સમન્વયમાં માને છે તેઓ જાણે છે કે જેમણે આ બધા ધર્મો સ્થાપ્યા તેની પાછળ તેમની માનવહિતની ભાવના અને મૂળભૂત ઉદ્દેશ એક જ હતા.
તે છતાં આજે તેમની વચ્ચે આટલે બધે તફાવત હોવાનું શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com