________________
ર૩૩
ઝાડને બતાવવું શરૂ કર્યું. દરેક પિતે સાચો અને બીજો બેટે એમ કહી લડવા લાગ્યા. તેઓ રાજા પાસે ગયા. રાજાએ સારથીને બેલાવીને બધી વાત જાણું લીધી હતી. એટલે તેણે ચારેય રાજકુમારોને કહ્યું :
તમે ચારે બરાબર કહો છે ! પણ બીજાના દૃષ્ટિકોણને સમજવાને પ્રયત્ન કરતા નથી. એટલે તમારું કથન એકાંશે સત્ય હોવા છતાં, તે સર્વાશે સત્ય નથી. બીજાના મત ઉપર પણ તમારે વિચાર કરવો જોઈએ”
એમ કહી રાજાએ દરેકે શા માટે મત બાંધ્યો હતો તે સમજાયું. રાજકુમારોને ઘેડ બેસી ગઈ કે દરેક બીજો કહે છે તે પણ તેની દષ્ટિએ સાચું છે અને સર્વાશે કેશુડાનું ઝાડ અમુક પ્રકારનું છે.
એવી જ રીતે જ્યારે બીજાના મત પ્રત્યે શ્રદ્ધા રાખીને વિચારવા મથાય તો ઘેડ બેસી શકે છે. પણ બુદ્ધિના દ્વાર બંધ કરીને બેસાય તો સર્વાશ સત્યથી વંચિત ન રહેવાય.
એટલે સત્યશ્રદ્ધામાં એ વસ્તુ છે કે જ્યાં-જ્યાં સત્ય દેખાય ત્યાં ત્યાંથી તારવવું. બધા ધર્મોમાં રહેલ સત્યને તારવવાની કોશિષ કરવી. એટલા માટે જ સત્યશ્રદ્ધાનું ઉપવ્રત ‘સર્વધર્મોપાસના” છે. એક માણસને પોતાના ધર્મમાં છે એ જ સત્ય અને બાકીનું બધું મિયા છે એમ કહીને હઠ ન પકડવી જોઈએ. તેણે નિરંતર જેટલાં સત્યાંશે છે તેની તપાસ તો કરતા રહેવી જોઈએ; તે જ તે સંપૂર્ણ સત્ય તરફ અગ્રેસર થઈ શકશે.
પં. બેચરદાસજીએ “જૈન, બૌદ્ધ અને આય” એ ત્રણ ધર્મોના સમન્વય ઉપર એક ચોપડી લખી છે. તેની ભૂમિકામાં એમણે એક સરસ દષ્ટાંત આપ્યું છે –
એક વખતે એક મોટા કુટુંબના ત્રણ મુખ્ય પુરુષે જુદી જુદી દિશામાં વેપાર કરવા ગયા. ત્યાં જઈને તેઓ વસી ગયા. થોડે વખત સુધી તેમને પરસ્પરને પરિચય થોડા જ કામકાજને લીધે ટકી રહો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com