________________
- અગો સાથે ભિક્ષુણીનું આ ચોથું અંગ દાખલ કર્યું તેમણે સ્ત્રીઓને પણ પવર્જિત કરી.
ઈશુખ્રિસ્તને દાખલો લઈએ તે તેઓ બ્રહ્મચારી રહ્યા હતા છતાં પણ તેઓ વાત્સલ્ય મૂર્તિ નારીથી અતડા રહેતા હતા. પિતાના જીવનકાળમાં તેમણે અનેક દુઃખો, દલિત અને પતિત નારીઓના દુખે દૂર કર્યા હતા અને તેવી સ્ત્રીઓને પ્રતિષ્ઠા પણ આપી હતી. તેમની એ ભાવના રૂપે આજે ખ્રિસ્તી સંપ્રદાયમાં પાદરીઓ અને સાધ્વીઓ (Nuns) બને છે. ખ્રિસ્તી ધર્મે નારી-જાતિને બ્રહ્મચર્ય સાધનાને અધિકાર આપે છે અને તેમ કરીને તેમને સર્વાગી વિકાસ સાધવાની તક આપી છે. જે ઈશુખ્રિસ્ત નારીને અતડી કે ઘણું પાત્રજ રાખત તે ઈસાઈ સંઘમાં સાધ્વીઓની તેજરિવતા જોવા ન મળત અને સમાજોપયોગી રીતે શિક્ષણ, સંસ્કાર, તેમજ સેવા-સુશ્રુષા વડે પિતાના વાત્સલ્યને સમસ્ત માને પ્રતિ ઈસાઈ સાધ્વીઓ વહેવડાવે છે તે જોવા ન મળત. બ્રહ્મચર્યની સહજ સાધના વડે જે પવિત્રતા તે સાધ્વીઓ (Nurs)માં જોવા મળે છે તે ખરેખર અનુકરણીય છે.
જેમણે—જેમણે સર્વાગી સાધના કરી છે અથવા, કરવા માગે છે તેમણે સ્ત્રીથી અતડાપણું રાખ્યું નથી કે કદિ તેને સ્ત્રી નાગણી છે. કરડી જશે; “નરકની ખાણ છે પતનના ખાડામાં લઈ જશે” એવી ભયભરેલી ભાવના કે ધૃણ સેવી નથી. ઉલટું તેમણે જોખમે જયાં ત્યાં જાતે સાવધાની રાખી છે. - રામકૃષ્ણ પરમહંસ અને શારદામણિ દેવી; મહાત્મા ગાંધીજી અને અને કસ્તુરબા, અશ્વિનીકુમાર દત્ત અને તેમનાં પત્ની; આ બધા ગુહસ્થ દપતિઓએ સાથે રહીને બ્રહ્મચર્યની સાધના કરી હતી, એટલુંજ નહીં અનેક ગૃહસ્થ દંપતિઓને બ્રહ્મચર્યને માર્ગે જવા માટે પ્રેર્યા હતા.
પણ, આવી બ્રહ્મચર્યની સાધના જે સેવા કે સમાજપયોગી કાર્યો સાથે ન હેય તે તે પણ એકાકી અને એકાંગી બની જવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com