________________
૨૧૯
- ભારતીય ધર્મોમાં તે જૈનધર્મે સ્ત્રીઓને પણ દીક્ષા આપવાની પહેલ કરી છે અને ભગવાન મહાવીરે તે એવા વિરોધી વાતાવરણમાં એ વસ્તુને કરી બતાવી છે. જ્યારે વિરોધી વાતાવરણ હતું; તે વખતે સ્ત્રીઓને પગની મેજડી, પુરૂષની દાસી, ભોગવિલાસની પૂતળી, પશુની. જેમ ગુલામરૂપે ખરીદવાની કે ભેટ આપવાની વસ્તુ ગણવામાં આવતી. આવા વિરોધી સમયમાં ભગવાન મહાવીરે ન કેવળ સ્ત્રીઓને સંઘમાં સમાન સ્થાન આપ્યું પણ તે વડે તેમણે બ્રહ્મચર્યની પ્રતિષ્ઠાપના કરી. જે તેમણે ચંદનબાળા જેવી સાધ્વીને સદ્યોગ સંઘ રચનામાં ન લીધે હેત તે તેમણે યંતી, રેવતી, શિવાનંદા, અગ્નિમિત્રા જેવાં અનેક નારી રને મેળવીને સમાજની જે સર્વાગી ક્રાંતિ કરી હતી, તે ન કરી શક્ત. સાથે સાથે એમ પણ કહેવું જોઈએ કે જે ભગવાન મહાવીરને સાથ ન મળ્યો હેત તે ચંદનબાળા જેવી કેટલીયે સાધિકાઓએ જે આત્મ વિકાસ સાધ્યો, તે ન સાધી શકત. છે. આ બધી વાતો ઉપરથી એક વાત અત્યંત સ્પષ્ટ જણાઈ આવે છે કે ભગવાન મહાવીરે બ્રહ્મચર્ય વ્રત નવું ઉમેર્યું પણ તેમણે બ્રહ્મચર્યની સર્વાગી સાધનામાં સ્ત્રી અને પુરૂષને સાધક અને સાધિકાને અતડાં રહેવાનું સૂચવ્યું નથી. કેવળ સાધુ નહીં, સાધ્વી પણ; કેવળ શ્રાવક નહીં, શ્રાવિકા પણ; એમ તેમણે સ્ત્રી-પુરૂષને હાદિક સગજ નહીં, પરસ્પરની પૂરકતાને પણ આવશ્યક ગણું. એટલે જ ચતુર્વિધ સંઘમાં સ્ત્રી અને પુરૂષ બન્નેને એકબીજાના પૂરક અને પ્રેરક ગયા અને એ રીતે નારીને સંપૂર્ણ પ્રતિષ્ઠા આપીને જ બ્રહ્મચર્યને સમાજવ્યાપી બનાવ્યું.
બુદ્ધ ભગવાન પોતે સ્ત્રીઓને દીક્ષા આપવામાં, સંઘને હાસ થશે એવો ભય રાખતા હતા. પણ સમાજના સર્વાગી વિકાસ માટે તેમજ સ્ત્રીઓના પ્રશ્નોના ઉકેલ માટે સ્ત્રી સાધિકાઓને માધ્યમ બનાવ્યા વગર છૂટકો જ ન હતો. પાછળથી બુદ્ધ ભગવાનને વારાંગના નિમિત્તે આ સત્ય સમજાયું અને તેમણે ઉપાસક-ઉપાસિકા અને ભિક્ષુ-એ ત્રણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com