________________
Re૯
પુરૂષ સાથે રહેવા છતાં બ્રહ્મચર્ય દ્વારા પરસ્પર પૂરક બને એવું આપણું ત્રષિ-મુનિઓએ આચરીને બતાવ્યું છે.
એટલે વિધવાત્સલ્યને માનનારા સાધક-સાધિકાઓ માટે યુગાનુજ વિશાળદષ્ટિએ બ્રહ્મચર્યને વિચાર કરવાનું છે. એક્લા કે અતડા રહીને બ્રહ્મચર્ય પાળવા જતાં તે કાચું એકાંગી બને છે અને તેમાં દંભ પસી જવાનો ભય છે. માનવ-નર અને માનવ-નારી એ બને જ્યાં સુધી અભિક ત દામ્ય નહીં અનુભવે ત્યાંસુધી બન્નેને એકબીજાના સાચા ગુણેનાં દર્શન થઈ શકતાં નથી. આત્મીયતા અનુભવાયા વગર બને શારિરિક આર્ષણ અને વાસનાથી પ્રેરાઈને શરીર સંબંધ બાંધવા તદ્ધ ઘસડાય છે અને પરિણામે બ્રહ્મચર્યને હાસ નોંતરી બેસે છે. જે મર્યાદા કે તટસ્થતા બન્ને વચ્ચે કેળવાવી જોઈએ તે આ કારણસર કેળવાતી નથી અને પરસ્પરની આસક્તિ જાગે છે. તેના બદલે જે બન્નેને ગુણવૃદ્ધિની દષ્ટિએ પરસ્પર તાદામ્ય થાય તો બંને એકબીજાને પરસપરમાં અંગત વિકાસ સાધી શકે; અને સાથે સાથે સમાજને વિકાસ પણ કરી શકે.
નારીમાં ઘણું ગુણો છે. જેમકે ક્ષમા, કોમળતા, સેવાસુશ્રષા, વાત્સલ્ય, ધતિ, વાણુ વગેરે. એવી જ રીતે પુરુષમાં સાહસ, સત્ય, પૌરૂષ, હિંમત ઉત્સાહ, નિર્ભયતા વગેરે વિશિષ્ટ ગુણો છે. જે નર અને નારીનું તાદામ્ય થાય તો નારીના ગુણની પૂર્તિ પુરૂષોમાં થઈ શકે અને પુરૂષના ગુણની પૂર્તિ સ્ત્રીઓમાં થઈ શકે એટલું જ નહિ પુરૂષોની ખામીઓ સ્ત્રીઓ વડે દૂર થઈ શકે અને સ્ત્રીઓની ખામીઓ પુરૂષો વડે દૂર થઈ શકે. આમ આત્મીય-સાહચર્ય કે તટસ્થતાપૂર્વકના તાદાઓથી પરસ્પરનું પૂરપ વધે અને બ્રહ્મચર્યની સાધના સમાજવ્યાપી બને. અને આમ તે બ્રહ્મચર્ય સમાજ-વિકાસનું કારણ બને. આમાં એક બાજુએ બ્રહ્મચર્ય માટે જાતે કડકમાં કડક રહેવાનું છે અને બીજી બાજુ ગૃહસ્થ સાધા-સાધિકાઓ કે સાધુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com