________________
૨૦૫
વતનિષ્ઠાને પ્રભાવ :
શ્રી સવિતાબહેને કહ્યું: “એક બહેનની વાત આ પર્યુષણ પર્વ અંગે કહું છું.
તે બહેને પૂછ્યું: “તમે તપ કરે છે એ જાણું મને નવાઈ લાગે છે. ચૌવિહાર, સામાયિક, પ્રતિક્રમણ બધું યે કરે છે. કેટલાંક તો આગળ વધીને આ બધાંને તરછોડે છે, જ્યારે તમે તે સર્વધર્મ સમન્વયમાં માનવા છતાં ભગવાન મહાવીર અને અહિંસા વગેરેમાં ઘણું માને છે. સમજણ તેમ જ જ્ઞાનમય ત્યાગથી બધી ક્રિયાઓ પણ કરે છો, આ જ ખરેખર સત્યદષ્ટિ છે. તમને આવા સતપુરૂષના સત્સંગને લાભ મળે છે, અમને ક્યારે મળશે?”
તે પછી તેમણે પૂછ્યું “સંતબાલજી મુનિ મુહપત્તિ પણ રાખે છે ?”
મેં કહ્યું: “મૌન વખતે ન રાખવી અને બેલતી વખતે કે જરૂર, વખતે રાખવી, આમ તેઓ કહે છે.”
આ બધું જોઈ ખુલાસો સાંભળી તે ખુશી થયાં. આવા તો કેટલાયે પ્રસગો શિબિર દરમ્યાન જોવા મળે છે,
શ્રી બ્રહ્મચારીજીએ દયારામ ભગતે શેરસિંહને સુધાર્યો તેની વાત, જણાવી હતી. એવી જ રીતે એક સંતે વેશ્યાને સુધારી તેને દાખલો આયે હતે. સર્વક્ષેત્રની ધર્મક્રાંતિ શા માટે?
શ્રી દેવજીભાઈ કહેઃ “જૈન પરંપરામાં કુંદકુંદાચાર્ય જેવા તત્વ સુધારક થયા. હેમચંદ્રાચાર્ય જેવા સંસ્કૃતિના ક્રાંતિકાર થયા અને લોકશાહ જેવા ધર્મક્રાંતિકાર થયા. છતાં તેમણે સર્વ ક્ષેત્રે ધર્મક્રાંતિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com