________________
૨૦૧
પાપ્રભુએ ચાર આપ્યાં. મહાવીર પ્રભુએ પાંચ અને રાત્રિભેજનને ત્યાગ એમ છ વ્રતો કર્યા. તેમાં પણ ગૃહસ્થોના પાલન માટે અલગ મર્યાદા બાંધી એ પાંચ વ્રતોને લધુ કર્યા, અને તેમના વિકાસ માટે ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષણવ્રત ઉમેર્યા, આમ બાર વ્રત થયાં. મહાત્મા ગાંધીજીએ યુગની માંગને ધ્યાનમાં રાખીને ધર્મને રાષ્ટ્રીય રૂપ આપીને અગિયાર વ્રતો પિતાની ઢબે રજુ કર્યા.
આપણે જગતની માંગને દષ્ટિએ થોડે ફેરફાર કરીને અગિયાર કે બાર વ્રત કરીએ છીએ. પણ આ બધામાં મુખ્ય વાત એ છે -(૧) સત્ય-જગતના વહેવારને સરળ બનાવનાર તત્ત્વ, અને (૨) અહિંસા પ્રાણીમાત્રને અભય (સુરક્ષા) આપે તે જીવન ભાવના. આ રીતે જૈનધર્મ વિશ્વધર્મ બનવાની ગુંજાઈશ ધરાવી શકે છે. ગાંધીજી હિંદુધર્મને તેજ દૃષ્ટિએ જોતા. આપણે એ મૂળતત્વના આગ્રહી રહીએ એટલે બધા લોકોને એ વાત પોતીકી લાગશે. જ્યાં દર્શન સારું થયું કે બધાં વ્રત કેદ્રીય (મુખ્ય) તત્વની આસપાસ બરાબર ક્રમેક્રમે ગોઠવાઈ જશે. અહિંસાની ઉપયોગિતા
દુનિયાની માનવજાત સામે પ્રથમ સવાલ છેઃ “રશિયન અને અમેરિકન જૂથને. તે બન્નેની સામસામે છાવણુઓ પડી છે. તેઓ એક બાજુ હથિયાર તેજીલાં બનાવી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ બન્નેને પિતાના ખુદના અને પ્રજાના નાશને ડર છે. છતાં માર્ગ મળતો કેમ નથી? કારણ કે પરસ્પરનો અવિશ્વાસ છે. અવિશ્વાસ એટલા માટે કે કદાચ કહી દઈએ અને હુમલો સામેથી કરે તે શું? એટલે વાતે છુપાવે છે.
અહીં અહિંસાજ કામ લાગશે. બાપુને સત્યની શોધમાંથી અહિંસા મળી હતી. આમ સત્ય-અહિંસાને આખું જગત ઝંખે છે. આપણે એમાં પણ બ્રહ્મચર્ય (સંયમ) ઉપર વિશેષ ભાર આપશું. જ્યારે પશ્ચિમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com