________________
૨૦૦
' ધર્મરાજા સદેહે સ્વર્ગમાં ગયેલા એવી વાત મહાભારતના સ્વર્ગારોહણ-પર્વમાં આવે છે. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ તેમને સામે લેવા માટે આવે છે. બન્ને જણું ચાલ્યા જાય છે. માયાથી જે સ્વર્ગ હતું તે નરક દેખાય છે. અને નરક છે તે સ્વર્ગ દેખાય છે, - ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છેઃ “બોલો ક્યાં જવું છે?”
જવાબ મળ્યો: “જ્યાં મારા માજણ્યા ભાઈઓ છે ત્યાં કારણ કે, એમણે જે કર્મો કર્યા છે તેમાં મુખ્યપણે હું જવાબદાર છું. એ નરકમાં હેય તે ભારે નરકમાં જવું છે– સ્વર્ગમાં નથી જવું !”
મતલબ કે જે સજને નરકમાં હોય તે યુધિષ્ઠરને મન તે સ્વર્ગ છે અને દુને જે સ્વર્ગમાં હોય તે તે સ્વર્ગ પણ તેને મન નરક છે.”
આ છે વિધવાત્સલ્યની ધર્મનિષ્ઠા, જે નરકને સ્વર્ગ બનાવે છે. જ્યાં વિશ્વ વાત્સલ્ય હશે ત્યાં ધર્મ હશે. અને જ્યાં ખરેખર ધર્મ હશે ત્યાં વિશ્વ વાત્સલ્યની આચારનિષ્ઠા હશે જ ! ધર્મનિષ્ઠાનું ઉત્તમ પ્રતિક “મા”
શ્રી માટલિયાજીએ કહ્યું : “મુનિશ્રી સંતબાલજીએ આપણને કહ્યું જ છે કે વિશ્વનાં પ્રાણીમાત્રને પિતાં રૂ૫ જેવાં અને “મા”ની જેમ વાત્સલ્યથી નવડાવવાં. વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા માટે “મા” ઉત્તમ ઉદાહરણ અને પ્રતિક રૂપ છે. તે બાળકો માટે ત્યાગ અને સેવા કરીને કે અજોડ આનંદ માણી શકે છે?
એવી જ રીતે સૌ પોતપોતાના ધર્મમાં રહ્યા છતાં વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા રાખી શકે છે. અસત્યથી વિશ્વવહેવાર ચૂંથાઈ જાય છે અને સત્યથી તે વ્યવસ્થિત જળવાય રહે છે. એ માટે સત્ય મુખ્યત્વે (કેન્દ્રમાં) આવે ! જીવમાત્રને અભય આપવાની વાત આચારમાં અહિંસા આવ્યા વિના ન રહે. આમ સત્ય અને અહિંસા એ બેની આસપાસ જેમ કેટલાક તીર્થકરોએ ચાર; તે કેટલાકે પાંચ વાતો ગૂંથ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com