SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] વિશ્વવાત્સલ્યમાં વ્રત–વિચાર [ ૧૮-૯-૬૧] મુનિ નેમિચંદ્રજી આ અગાઉ વિશ્વ વાત્સલ્યની ધર્મનિષ્ઠા ઉપર વિચાર કરવામાં આવ્યા છે. નીતિનિષ્ઠા સાથે વ્રતનિષ્ઠા ત્યારે જ ટકી શકે જ્યારે આ બધાં તેનું વિવેકપૂર્ણ જ્ઞાન હોય તેમ જ યુગને અનુકૂળ ધર્મપુષ્ટિની દષ્ટિએ તેને નવો વળાંક અપાય. વતાચરણની જરૂર તે વ્યક્તિ તેમ જ સમાજના ઘડતર માટે રહેલી જ છે એ અંગે લંબાણથી વિચાર | થઈ ચૂકી છે. અહીં વિશ્વ વાત્સલ્યનાં વ્રત કયાં? તે વ્રતનું મૂળ શું? એની ગોઠવણીને કામ શું? એ અંગે વિચાર કરવાને છે. બધા વ્રતનું મૂળ વિશ્વ વાત્સલ્ય છે. મૂળ વત તરીકે પણ વિશ્વ વાત્સલ્યને સ્થાન આપવામાં આવેલ છે. એનું મુખ્ય કારણું તે એ છે કે બધા ધર્મો તેમ જ બધી વિચારધારાઓ વિધવાત્સલ્યની વાતો કરવા છતાં જોવામાં આવે છે કે અપવાદને બાદ કરતાં; એ ધર્મ-સંપ્રદાય કે પથમાં વિશ્વ વાત્સલ્ય વાતો રૂપે જરૂર રહે છે, પણ આચરણમાં તે આવતું નથી. જ્યાં સુધી એને વ્રત તરીકે સ્થાન આપવામાં ન આવે ત્યાં સુધી તે મુજબનું આચરણ શક્ય બનતું નથી. એટલે વિશ્વ વાત્સલ્યને જ મૂળ વત તરીકે રાખવામાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy