SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ ભલે એ વેદિયા-વેડા કહેવાય, ખરેખર એજ સાચો સ્પષ્ટ માર્ગ જણાય છે.” નીતિનિષ્ઠાથી વિવેક બ્રહ્મચારીજી : “નીતિનિષ્ઠા હોય તે કર્મકાંડમાં વિવેક આવી જાય છે. કીડીઓને સથવા નાખનાર એક બહુ હૃદયવાન શેઠ હતા. એકવાર તેમને વિચાર આવ્યો : “આ કીડીઓ સહિત લોટ કુતરૂં ચાટશે તો દયા કરતાં કુદયા થઈ જશે.” એટલે તેમણે કાંટાની ઝાડીઓ એ લોટ ઉપર મૂકી કીડીએ તેથી બચી ગઈ કહેવાનો મતલબ એ કે ધર્મ કે વ્રતમાં આ વિવેક નીતિનિષ્ઠાના કારણે જ આવે છે; એમ લાગે છે. બળવંતભાઈ : “નીતિનિષ્ઠા હેય તે આંધળું અનુકરણ પણ મટી જાય.” એક માણસે અમદાવાદમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું ખોટું અનુકરણ કરી જુગારમાં પિતાની સ્ત્રીને મૂકી હતી. ખરેખર તે; આવા મહાપુરૂષે પણ આવા માર્ગે ગયા, તે તેમણે ભૂલથાપ ખાધી તે બોધ લઈ જુગારને છંદ મૂકી જોઈએ. માટલિયા : “ધર્મને લક્ષમાં રાખી સહિયારી નીતિ ઘડાય તે નીતિ ગણાય.” મુનિશ્રી સંતબાલજી : “અહીં નીતિનિષ્ઠાને અર્થ, દર્શનજ્ઞાનના રૂપમાં લેશો તે વધુ સ્પષ્ટ થશે. વિશ્વ વાત્સલ્યનું દર્શન સ્પષ્ટ થયા પછી જ આચાર વિશ્વ વાત્સલ્યને માર્ગે થશે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy