________________
•
૧૭,
આવી દશા હોય તે સમાજની શું દશા થાય? તેના બદલે સ્ત્રી અને પુરુષ જે શરીર-ભોગ વગર આનદ લૂંટતા થાય છે. તેથી જ શીલ-રક્ષા એ ધર્મ થયો અને કુશીલ અધર્મ કહેવાયા. વ્યવસ્થા-રક્ષા અને પરિગ્રહ-મર્યાદા
એવી જ રીતે સાધન અને સત્તા જેમના હાથમાં આવે તે સમાજની વ્યવસ્થા અને મર્યાદાનો ભંગ કરે તો! જ્યાં એવું થાય છે ત્યાં સમાજમાં લડાઈ તોફાન અને બંધને પેદા થાય છે. વ્યવસ્થાની રક્ષા થાય તેને ભંગ ન થાય તે શાંતિ આવે. આથી વ્યવસ્થા રક્ષા અને પરિગ્રહ મર્યાદાએ ધર્મ બન્યો. જો એમ ન થાય તે લડાઈ થાય. હાયય થાય અને જે પૈસો સુખને માટે ભેગે કર્યો તેને લીધે જ આ બધે બળાપો થઈ જાય. મૂળવતે અને ઉપવતે
આમ માનવસમાજ જેનાથી ટકે છે તે ધર્મનાં ચાર અથવા પાંચ મૂળવતે થયાં (૧) સત્ય (૨) અહિંસા (૩) અસ્તેય (૪) બ્રહ્મચર્ય (૫) અપરિગ્રહ. મૂળ તે આ બધા સત્યની આસપાસ ગૂંથાયેલાં છે અને જીવનની વિવિધ વસ્તુઓનું સત્ય રજૂ કરે છે.
આ પાંચના ઉપવ્રત તરીકે ગાંધીજીને એક સૂઝ, સંતબાલજી બીજા બતાવે, સ્વામીનારાયણવાળા ત્રીજા બતાવે એ સંભવે છે. કારણું કે પાંચ વ્રતોની આસપાસ રહેલાં ઉપદ્રત કાળ મુજબ બદલી શકાય છે અને બદલવાં જ જોઈએ. તેનું આંશિક પાલન થાય તે પણ સમાજમાં તેટલું સુખ વધે છે, મૂળે જીવનના સત્ય ઉપર શ્રદ્ધા રાખી જાતે અહિંસાદિ વ્રતોનું પાલન કરે અને સાથીઓ પાસે પાલન કરાવે એ વિશ્વ વાત્સલ્યની પાયાની ધર્મનિષ્ઠા છે અને ખરેખર તે સર્વત્ર સ્વીકૃત છે. વિશ્રવાત્સલ્યની ધર્મનિષ્ઠા ફરજ બજાવવામાં
શ્રા પૂંજાભાઈ કહે – માનવને ફરજનું ભાન હોય છે. કારણ કે તે માનવ છે. તેનામાં ઊંડી વિવેક બુદ્ધિ હોય છે. તેમાયા મેહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com