________________
૧૭૪
કરવાની વાત કરતા હતા; પણ વ્રતબદ્ધ ન હોવાથી તેઓ ચૂકયા અને તેમને બાળકો થયાં. તેમના પ્રત્યેની લોકોની શ્રદ્ધા ડગી ગઈ.
રખે, કોઈ એમ માને કે બધા કાર્યકરે માટે બ્રહ્મચર્ય વ્રતબદ્ધ થવું ફરજિયાત છે; જે તે પાળી શકાય તે સારું છે પણ એક વખત સમાજ આગળ બ્રહ્મચર્ય પાલનની વાત કર્યા બાદ તેને ન તોડવી જોઈએ; સ્વનારી મર્યાદિત બ્રહ્મચર્ય હોય તે પણ તે વ્રતબદ્ધ હેવું જોઈએ. તેનાથી સમાજને તેના ઉપર વિશ્વાસ બેસશે. વ્રતબદ્ધ થયા વગર “ જાતે તપાલન કરી લેશું ' એવી વાત કરનારા મૂળમાં જ કાચા છે. પ્રતિજ્ઞાબદ્ધ થવાથી દઢતા આવે છે તેમજ મક્કમ રહી શકાય છે અને વ્રતભંગ થવાને ટાળી શકાય છે. સાધના દ્વારા વિકાસ સાધી શકાય છે અને લોકશ્રદ્ધા પણ તેના ઉપર ટકે છે.
ચા પિતાની મેળે છોડશું એવી વાત કરનારા ઢચુપચું રહે છે અને કેઈમાનતાણું કરે તો તરત ત્યાં નમી પડે છે. પછી તેમને અલગ અલગ બહાના કરવાં પડે છે કે ફલાણાભાઈ ન માન્યા !”, “શરદી થઈ હતી” “ત્યાં આપણું કંઈ ન ચાલે!” અને એવી વાતે કરી ચા પીવી પડી એને સ્વીકાર લાચારીથી તેમને કરવું પડે છે.
ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે તેમની બાએ, બેચરજી નામના જૈન સાધુ પાસે તેમને ત્રણ પ્રતિજ્ઞાઓ અપાવી હતીઃ “(૧) દારૂ નહીં પીકે (૨) માંસાહાર નહીં કરું (૩) પરસ્ત્રી ગમન નહીં કરું.”
તેમની બાએ તેમને કહ્યું કે “તને જ્ઞાતિ બહિર કરે એને મને ડર નથી પણ જે ભયના કારણે જ્ઞાતિ તને બહાર કરી શકે તેનાથી તું દૂર રહે! એટલે આ પ્રતિજ્ઞા લઈ તું જ્ઞાતિને વિશ્વાસ આપી દે તે જ્ઞાતિને જરૂર તારા ઉપર વિશ્વાસ બેસશે !”
ગાંધીજીએ ત્રણ પ્રતિજ્ઞાઓ જરૂર સ્વીકારી. વિલાયત જતાં લેકેએ કહ્યું: “આને ઠંડે મુકી છેઅહીં તે માંસાહાર વગર ન ચાલી શકે !” . પ્રતિજ્ઞાબહ હોવાથી ગાંધીજીએ શાકાહાર રાધીને લોકોને બતાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com