________________
નામાં નીતિનિષ્ઠા ન હોવાથી તેઓ વતબદ્ધ હોવા છતાં રાજ્યાશ્રિત બની ગયા; એટલું જ નહીં ધર્મને પણ રાજ્યાશ્રિત બનાવી દીધા. મહાત્મા ગાંધીજીએ વતનિષ્ઠા માટે આશ્રમમાં સાધકને રાખીને તેમનું ઘડતર કર્યું. કેટલાક દૂર રહીને વ્રતબદ્ધ થયા; એમાં જેમની નીતિનિષ્ઠા પાકી થઈ ગઈ તેઓ આજે પણ વ્રતનિષ્ઠામાં પાકા રહ્યા છે. તેઓ કોઈ પણ પ્રશ્નનો ઉકેલ નીતિનિષ્ઠાની દષ્ટિએ આણી શકે છે. આવા લોકો સત્તા, ધન કે પદના મોહમાં તણાતા નથી; સત્તાધારી કે પૈસાદાર કરતાં લોકસેવકોને ઉચ્ચ પ્રતિષ્ઠા આપે છે, તેમજ ભારતીય સંસ્કૃતિ વિરોધી તને ટેકો આપતા નથી. પણ, એવાયે ઘણુ હતા જેમની નીતિ-નિષ્ઠા કાચી હતી. ગાંધીજી તેમને વધુ સમય ન આપી શક્યા હોય તે પણ બનવા જોગ છે; તેઓ વતનિષ્ઠ તો રહ્યા પણ તેમની નીતિનિષ્ઠા કાચી રહી ગઈ હોવાથી તેઓ ઘણીવાર અણધડ વિધાને કરે છે; પિતાની સંસ્થાની નીતિની વિરૂધ્ધ હોય એવાં તો કે સંસ્થાઓને પક્ષાતીતતાના નામે ટેકો આપતા હોય છે. ગાંધીયુગના કેટલાક કોંગ્રેસી કાર્યકરે તેમજ રચનાત્મક કાર્યકરોમાં આ રીતે ચાશ આવી ગઈ છે અને પરિણામે, ભારતીય સંસ્કૃતિ વિરોધી કાર્યો ચાલતાં હેય, અનિષ્ટ ફેલાતાં હોય તે છતાં ઉપેક્ષા, ઉદાસીનતા કે મૌન સેવીને આડકતરી રીતે તેમને ટેકો આપતા હોય છે, તેઓ છેડેક દાંડતો કે અનિષ્ટોને વખોડી શકતા નથી. નીતિનિષ્ઠા ન હેવાને કારણે કેટલાક સર્વોદયી કાર્યકરે પણ માત્ર રાહતનાં કાર્યો કરી ચૂપ બેસી રહે છે, અને સર્વાગી સ્પષ્ટ દષ્ટિ ન હોવાથી કયું કાર્ય મુખ્ય અને કયું કાર્ય ગૌણ તે સમજી શકતા નથી.
પંડિત જવાહરલાલ નેહરૂ જેવા કેટલાક કાર્યકરે ગાંધીજીના સંપર્કમાં હતા; તેમની નીતિનિષ્ઠા પાકી હતી. એના કારણે તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં ભારતીય સંસ્કૃતિને લક્ષમાં રાખીને કાર્ય કરે છે. તેઓ કોઈ પણ પ્રકારના ઘર આંગણેના તેમજ વિદેશના ધર્ષણ વિવાદના મામલામાં અહિંસાની દૃષ્ટિએ, પંચશીલ પ્રમાણે કામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com