________________
લેવી. જે ડખલગીરી કર્યાવગર ચાલી-ચલાવીને સરકાર મદદ આપે તો તેને સ્વીકાર કરશે પણ, દબાણમાં આવીને સ્વીકારશે નહીં. કે (૬) પુણ્ય કરતાં ધર્મની મુખ્યતા :
ઉપરની વાતો અગેથી જે છ8 સૂત્ર સામે આવે છે તે એ છે કે વિશ્વવાત્સલ્યને સાધક પુણ્યના (રાહતના આર્થિક મદદના) કામ કરતાં વ્યાપક ધર્મ (ક્રાંતિના એટલે સત્ય, અહિંસા, ન્યાય વ. યુક્ત ધર્મતવ)ના કાર્યને મુખ્ય ગણશે. આને અર્થ એ નથી કે સંસ્થાઓ અનિવાર્ય પુણ્યનાં કામને છોડી દેશે. સામાન્ય કાળમાં તો એ કામ ચાલતાં જ રહેશે, પણ વિશેષ પ્રસંગ આવે ત્યારે રાહતના કામોને ગૌણ ગણું ધર્મનાં કાર્યમાં સાધક ઝંપલાવશે. અન્યાય, અત્યાચારને અહિંસક રીતે પ્રતિકાર કરવા માટે તપ-ત્યાગ-બલિદાનને પ્રસંગ આવે કે કટોકટી અથવા તેફાનને પ્રસંગ આવે તો તેને મુખ્ય
સ્થાન સાધકે આપવું જોઈશે. આનું કારણ એ છે કે માત્ર રાહતના કામથી જનતાની નૈતિક શકિત જાગૃત થતી નથી. ઘણીવાર રાહત આર્થિક મદદ વગેરેથી જનતા તેવી વૃત્તિવાળી અને પામર બની જાય છે. કાર્યકરો પણ સંઘર્ષથી ડરીને અત્યાચાર, અન્યાય વિ. અનિષ્ટ ચાલતાં હેય છતાં મૅન સેવે છે કે કંટાળીને ભાગી છૂટે છે. એથી દડ તવોને છૂટો દોર મળે છે અને અન્યાયો અકબંધ ચાલ્યા કરે છે. માત્ર રાહત આપવાથી લોકોમાં લઘુ (હીન) ગ્રંથિ પ્રવેશે છે અને રાહત આપનારમાં ગુરુ (ગૌરવ) ગ્રંથિ પેસી જાય છે. આવું ન થાય તે માટે સાધકે હમેશાં ધર્મને પ્રધાનતા આપવી જોઈએ.'
એ માટે વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘને દાખલો જોઈ જવા જેવું છે. તેણે રાહતનાં કાર્યો ચાલુ રાખ્યાં છે. શિયાળામાં આરોગ્ય માટે વિશ્વવત્સલ ઔષધાલય ચાલે છે. શિક્ષણ માટે ગૂંદી અને સાણંદમાં સંસ્થાઓ ચાલે છે. ખાદી – ગ્રામ માટે ગૂંદીમાં સંસ્થા ચાલે છે. તેમજ ખેડૂત – ગોપાલકનાં મંડળો ચાલે છે. પણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com