________________
૧૧૮
જે વાત સામાન્ય લાગે અથવા સમાજ તેને સામાન્ય ગણે એ જ વાત આચારમાં મૂતાં વિશેષ-વાતનું રૂપ ધારણ કરે છે. આ વાત વિશેષ રૂ૫ ધારણ કરતાં અસુંદર બની જતી નથી પણ લોકો એમ માનવા પ્રેરાય છે.
જૈન ધર્મે ખરેખર વર્ણાશ્રમને તોડી ન નાખ્યો પણ તેણે તે સહુવર્ણવાળાને સમાન સ્થાન આપી દીક્ષા તેમજ મુકિતને અધિકાર પણ આપે છે. એટલે જ્યારે કોઈ જૈન વ્યાખ્યાનકાર કહેઃ “જૈનધર્મ તે વિશ્વધર્મ છે. તેણે માનવજાતિમાં “મનુષ્યનાનિદૈવ જાતિ કયો મવા” કહીને સર્વ મનુષ્યોને સમાન બતાવ્યા છે. ત્યારે શ્રોતાઓ ગદગદી જાય છે અને તેના ઉપર ગર્વ લે છે. પણ જે એજ વ્યાખ્યાનકાર સાધુ-સાધ્વી માનવ સાથેની એકતાને આચારમાં મૂકવા માટે હરિજનવાસમાં ઉતરે છે, તેમને વ્યાખ્યાન આપવા જાય છે, અગર નિર્માસાહારી હરિજનોને ત્યાં ભિક્ષા લેવા જાય છે ત્યારે એજ માનવ એકતા માટે ગર્વ લેનારા લોકો સુબ્ધ થઈ જાય છે.
જાતિવાદ-વિરૂદ્ધ કર્મવાદને જે વિચાર અને આચાર ભગવાન મહાવીરે આચરીને બતાવ્યું તે આજે જૈનમાં નથી. “આત્માની એકતા” અને “વિશ્વ વાત્સલ્ય”ની વાતે કાં તે પ્રથામાં પડી છે અથવા વ્યાખ્યાને પૂરતી મર્યાદિત બની છે. સાધુ-સાધ્વી, શ્રાવકશ્રાવિક રૂપ ચતુર્વિધ સંઘમાં એ કયાં યે નજરે ચડતી નથી. જે કોઈ સાધુ ક્રાંતિ કરી એમ કરવા જાય તે તેની પ્રતિષ્ઠા તોડવાથી લઈને વિરોધ, નિંદા, અપશબ્દો અને ભિક્ષાબંધી સુધી પણ પહોંચી જાય છે. આનું કારણ એક જ છે કે વિચારોને આચારમાં મૂકવાની પ્રામાણિક - નિષ્ઠા સમાજ કેળવતો નથી.
સ્વામી રામતીર્થ જ્યારે અમેરિકામાં અદ્વૈતવાદને પ્રચાર કરવા લાગ્યા ત્યારે અમેરિકાની પ્રજા તેમને બહુ પૂજવા લાગી. તેમને ઈશું ખ્રિસ્તના અવતાર તરીકે Love is God (પ્રેમ એ જ પ્રભુ છે) ને સંદેશ અદ્વૈતવાદના રૂપમાં આપનાર તરીકે માનવા લાગી.
એક ધનિક બાઈ જેને ત્રણ પુત્ર ક્રમે ક્રમે મરી ગયા હતા. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com