________________
૧૧૭
કહેવાય છે કે જનકરાજાની શંકાનું સમાધાન અષ્ટાવકે કરાવ્યું અને નાનાને છોડાવીને આવ્યા. અહીં જોવાનું એ છે કે જેઓ વિશ્વવાત્સલ્ય બ્રહ્મદૈતના વિચારમાં પ્રવિણ હતા તેઓ વિશ્વ વાત્સલ્યની
વાત છોડીને “શરીરાદૈત” વાદને આચારમાં મૂકવા લાગ્યા. એવી જ - સ્થિતિ આજે ઘણાખરા ઉચ્ચ સાધકો અને વિદ્વાનોની છે.
લોકોને સમાજ બને છે અને ત્યાં પણ એવું જોવામાં આવ્યું છે કે વિચાર માટે જેટલે ક્ષોભ હોતા નથી તેટલો જ કે તેના કરતા પણ કયારેક વધારે ક્ષોભ આચાર માટે થઈ જાય છે.
મુનિશ્રી સંતબાલજી મ. વિશ્વવાસલ્યની વાત કરતા હતા ત્યાં સુધી તે સમાજમાં તેમના માટે ક્ષોભ ઘણો ઓછો હતે. એને જ્યારે આચારમાં મૂકવાની વાત આવી તે તેમના ગુરુદેવે પણ એમજ કહ્યું કે તમે તેને વિચારમાં જ રાખો, અથવા તેને આચારમાં મૂકવાનું હોય તે નિવેદન બહાર પાડી તેની જાહેરાત ન કરે. પણ, તેમણે જ્યારે પોતાના વિચાર અમલમાં મૂકવા અગે નિવેદન બહાર પાડ્યું કે લોકોમાં એકદમ શોભ ઊભો થયો. તેમના સંપ્રદાયવાળ ઉકળી ઊઠયા. તેમણે સારામાં સારો રોષ પણ પ્રગટ કર્યો. તેમણે વિચારભૂમિકાને પાકી કરી હતી અને તેને આચારમાં મૂકવાની નિષ્ઠા કેળવી અને આજે તેઓ વિશ્વવાત્સલ્યના સાધક બની શક્યા છે.
એવી જ રીતે એક સુધારક જૈનપંડિતે આંતતીય વિવાહની વાત કરી ત્યારે ઘણુ પંડિતાએ તેમાં સંમતિ આપી. પણ, જ્યારે તેમણે જાતિભેદ તોડીને આંતર્જાતીય લગ્ન કર્યું ત્યારે એ જ પતિએ ઉહાપોહ મચાવ્યા. પંડિતજીએ કહ્યું કે તમે જ મારા વિચારમાં સંમતિ આપી હતી ને ? ત્યારે તેમણે કહ્યું : “અમુક વિષય ઉપર સંમતિ આપવાને અર્થ એ નથી કે અમે તે કાર્યમાં શામેલ થઈએ છીએ. સમાજમાં અશાંતિ કે વિક્ષોભ ઊભું કરે એ બરાબર નથી.”
આમ વિચાર સુધી ઘણું સહમત હોય છે પણ આચારની વાત આવે છે ત્યારે ખસવા માંડે છે. એનું કારણ એ પણ છે કે વિચારમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com