________________
૧૦૯
સમાન “માતા” પિતાના સ્થાનેથી નીચે ઊતરતી જાય છે. જ્યાં સુધી માતૃપક્ષ સબળ, સમૃદ્ધ અને ઉન્નત ન બને ત્યાં સુધી વિશ્વ વાત્સલ્યનું રાણ ક્ષણ બને છે.
આજે સ્ત્રીઓમાં આપઘાતના બનાવ વધતાં જાય છે. દાંડ. તો તેને કચડી નાખવા પ્રયત્ન કરે છે. ચારસો માણસની વસતિના એક ગામની આ વાત છે. ત્યાં એક બાઈ સગર્ભા હતી. બિચારીનું કઈ ન સાંભળે. તેને પતિ પણ ન સાંભળે. તેની સાસુ તેના ઉપર ગુજારવામાં બાકી ન રાખે. ધણું માના સૂરમાં સૂર ભેળવે. તેને કોઈ સમજાવનાર પણ નહીં. તેમને માર્ગદર્શન આપનાર પણ કોઈ નહીં. એટલું જ નહીં કોઈ વચ્ચે પડવા જાય તો તેના માર્ગમાં અવરોધ થાય. આ બાઈ એટલી બધી કંટાળી ગઈ કે આપઘાત સિવાય કઈ આરે ન રહ્યો. ખરેખર એ વાવમાં જઈને પડી.
એનાં કાગળિયાં થયાં પણ ટાં. સરપંચને તે કુટુંબે વશ કરેલા. એટલે સરપંચે પેલી પટેલને સાધ્યા અને તેમણે એક હલકાં ચારિત્ર્યવાળી બાઈને સાક્ષીમાં ઊભી કરી; જેણે કહ્યું : “ભરનાર બાઈને વાઈ આવતી હોવાથી વાવમાં પડી ગઈ છે. તે મેં જોયું છે !”
કેસ ઊડી ગયા. પેલું કુટુંબ પિતાની દાંડાઈ ઉપર રાજી થયું અને પાછી સમાજમાં એની પ્રતિષ્ઠા પણ કાયમ રહી. તે છોકરાંને બીજી કન્યા આપનાર માબાપ પણ મળી રહ્યા. આમ આજે માતૃપક્ષ નીચે પડી રહ્યો છે.
આને દૂર કરવા માટે ભાલનળ કાંઠા, કચ્છ અને ગુજરાતનાં જેવાં નાકર ખેડૂત મંડળ વ. સંગઠન ઊભાં થાય તે દેશભરમાં માતૃપક્ષ સાથે થતા અન્યાય દૂર થઈ શકશે અને પત્નીને સળગાવી નાખવી: વહુને મારી નાખવી કે કન્યાઓએ કુ પુરવાની વાત એછી સાંભળવા મળશે. તેમજ એવાં તત્ત્વનું સામાજિક મૂલ્યાંકન થતાં તેમની પ્રતિષ્ઠા નહીં રહે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com