________________
૫૯ મહત્સવ થયે, અને એજ દિવસે અતિ વિસ્તૃત આડંબર પૂર્વક ચતુવિધ શ્રીસંઘે સ્વર્ગીય ગુરુદેવ શ્રીજિનશલસૂરિજી મહારાજની પ્રતિમા સૂપમાં પ્રતિષ્ઠાપિત કરી.
ઉપર સૂચિત તમામ મહાઉત્સવના પ્રધાન નેતા શેઠ હરિપાલને પરિચય “ શરતરાછાના મુવી " માં આ પ્રમાણે આપવામાં આવ્યું છે. રીડ કુલદીપક સાધનદેવના પુત્રરત્ન હેમલના પુત્ર પૂર્ણચંદ્રના એઓ પુત્ર હતા. સ્વચ્છાશયવાલા શેઠશ્રી જૈન શાસનની પ્રવદ્ધના કરવામાં અત્યંત પ્રવીણ હતા, એવણને ગિરનાર અને શત્રુંજયની યાત્રા કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. શ્રીજિનચંદ્રસૂરિજી (૧૩૭૩માં) અને શ્રીજિનકુશળસૂરિજીને વિનંતી કરી એમણેસિધુપ્રાન્તમાં વિહાર કરાવ્યું હતું. જેથી જૈન ધર્મનું બહુ મહત્વ વધ્યું, ત્યાંના માંસભક્ષિઓએ પણ માનવતાનું સાચું મૂલ્ય જાણી અભક્ષ્ય વસ્તુઓનો ત્યાગ કર્યો. શેઠ હરિપાલ કેવલ રૂપિયા પૈસાને વ્યય કરીને જ સંતોષ માનનારે શ્રાવક નહોતે ;િ જેને ધર્મ અને સંસ્કૃતિના તો એમના જીવનમાં ખૂબ ઉંડી રીતે ઉતર્યા હતાં, જેને સિદ્ધાન્તને આત્મસાત કર્યા હતાં. તેથી એમણે પિતાની પ્રિય પુત્રીને પણ સંસાર સાગર નિસ્તારિણી ભાગવતી દીક્ષા અપાવી હતી. ધન્ય છે એવા નરરત્નને !
આચાર્ય મહારાજ શ્રીજિનપદ્યસૂરિજી મહારાજના આચાર્ય પદેત્સવના અવસર પર જેસલમેરને સંઘ પણ ગુરૂભકિતને. લાભ લેવા આવ્યું હતું. તે સંઘે અવસર જોઈને પિતાને નગર પધારવા આગ્રહભરી વિનંતી કરી એટલે ગુરૂમહારાજે બે ઉપાધ્યાય તથા ૧૨ મુનિગણ સહિત ત્યાં જઈ ચોમાસું કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com