________________
૫૮
મેદની તથા ત્યાંના નવાબના પુત્રની સમુપસ્થિતિમાં શ્રી પદ્મમૂર્તિ મુનિને શ્રીજિનકુશળસૂરિજીના પાટ પર સંસ્થાપિત કરી નવીન ગણનાયકનું નામ શ્રીજિનપદ્રસૂરિ રાખ્યું.
આ સૂરિપત્સવમાં અમારિ ઘોષણ, યાચકોને મનેભિલષિત દાન તથા એક માસ પર્યન્ત નિત્ય સ્વધમી વાત્સલ્ય આદિ નાનાવિધ સુકૃત્યે થયાં. આચાર્ય શ્રી જિનપદ્યસૂરિજી એ જયચંદ્ર, શુભચંદ્ર, સાધુચન્દ્ર, આ ત્રણ સાધુએ તેમજ મહાશ્રી. કનકશ્રી નામક સાધવીઓને દીક્ષા દીધી, અને પંડિત અમૃતચંદ્ર ગણિને વાચનાચાર્ય પદ અર્પણ કર્યું. અનેક શ્રાવક શ્રાવિકાઓએ માળાગ્રહણ સમ્યકત્વ, પરિગ્રહ પરિમાણુ સામાયિકાદિ વ્રત ઉચ્ચારણ કર્યા
રીહડ હરિપાલે આ અતિ પૂનીત ઉત્સવ પ્રસંગે ઉદાર દિલથી હજારેના વ્યયદ્વારા પિતાની ચંચલ સંપત્તિને સદુપગ કરી પરમ પ્રમાદને પ્રાપ્ત કર્યો. શા. આંબા, ઝાંઝા, મમી, ધુરસુર, મુડરણ, નાગદેવ, ગોસલ, કર્મસિંહ, ખેતસિહ, બહિતથા અનેક ભિન્ન ભિન્ન સ્થાનેના લમીનન્દન શ્રાવકોએ ઉદાર ચિત્તથી પ્રચુર દ્રવ્યનો વ્યય કરી યશપાર્જન, પુપાર્જન કર્યા, તદનંતર જ્યેષ્ઠ સુદિ –ા દિવસે શેઠ હરિપાલે કરાવેલ શ્રીયુગાદિ દેવ બિબ આદિ કેટલાએક જિનબિંબે તથા દેવરાજપુરના સ્તૂપ અને જેસલમેર, કયાસપુર નિમિત્ત શ્રીજિનકુશળસૂરિજીની ત્રણ મૂર્તિઓને ભવ્ય પ્રતિષ્ઠા * ૧ વિ. સંવત ૧૩૫૪ જેઠ વદિ ૧૦ના રોજ જાહેરમાં શ્રીજિનચંદ્રસૂરિનાં વરદ હસ્તે આપની દીક્ષા થઈ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com