________________
સ્વર્ગવાસ બાદ - શ્રીનિકુશળસૂરિજી મહારાજ પિતાની વિદ્યમાનતામાં પણ -કુશળ મંગળ વરતાવી પિતાનાં કુશળ એવા નામને સાર્થક ફરવાના થશથી મંડિત થયા હતા, એટલું જ નહીં પરંતુ - સ્વર્ગ ગમન બાદ પણું અદ્યાપિ ભકતોની આકાંક્ષાઓ પરિ પૂર્ણ કરવાને સદૈવ તત્પર રહે છે. એટલે ભકતજનેનાં વાંછિત પૂરવાને કયતરૂ સમાન છે. સમય સમય પર વિશેષ પ્રકારે સમરણ કરવાથી શ્રદ્ધાળુઓને પ્રત્યક્ષ રૂપમાં પ્રગટ દર્શન પણ આપે છે અને અપ્રત્યક્ષ રૂપે પણ કષ્ટ નિવારણ કરે છે. એમના સમ્બન્ધમાં ઘણા પ્રકારના ચમત્કારીક વૃત્તાંતે સાંભળવામાં આવે છે. જે બધાને લિપિબદ્ધ કરી મૂર્ત રૂપ આપવામાં આવે તે એક મેટા કદનું પુસ્તક થઈ જાય માટે અમે ગ્રન્થ વિસ્તારના ભયથી કેવલ શેડી ઘટનાઓ કે જેમને ઐતિહાસિક ઉલ્લેખ મળી આવે છે, તેઓને જ માત્ર સંક્ષિપ્ત નિર્દેશ કરી સંતોષ માનીશું. - ૧ વેગડ શાખાની પદાવલિમાં લખ્યું છે કે જેસલમેર પાર્શ્વનાથ મલનાયક પ્રતિષ્ઠા દેહરાની થાપી.મંગલઉરિજીવતાં આલિયે થાયે તે આજ લગિ પ્રભાવિક છે. એકદા વખાણ કરતાં જાણે શ્રી શત્રુંજયના દેહરા દીવાની વાટ ઉંદિરે તાણ ચન્દ લા તિવારે મુહપત્તિ ઉતારી અસલી - તિહાં થતાં તે બુઝાણું. વલી એકદા રતૈકટ વાહણ આવતૌ બૂડવા લાગી, તિવારે ગુર રામહે પૈસી મંત્રબલે તિલાં જઈ પાર ઉતાર્યો, કપડે ભીને બાહિર આયા, શ્રાવકે પૂછયે તિવારે ગુરે કપડ નીચવી સ્વાદ ખારો ચખાવ્યો’ કહ ન માને તે આજથી સાતૈ દિને શ્રાવક આવશ્વે, તિવારે સાત દિને આવ્યા, પ્રત્યય ઉપનૌ ઇમ અનેક અવદાતછે. તિરસ્યાં ને પાણી પાવૈ. સમય સાદ દે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com