________________
૩૮
સ્વયેગ્યતાનુસાર મંત્રી આદિ વિવિધ પદે ગ્રહણ કર્યા. આ રીતે ખંભાતની યાત્રા સાનંદ પૂર્ણ કરીને સમસ્ત સંઘે પરમપુનીત તીર્થાધિરાજ શ્રીસિધ્યાચળજી તરફ પ્રયાણ કર્યું. * તે સમયે દેશની પરિસ્થિતિ અત્યન્ત ભયંકર દશામાં હતી. સ્થાને સ્થાને રાજવિગ્રહ ઉપસ્થિત હતા, જ્યાં જુઓ ત્યાં ભયના કારણે ગ્રામતે, શું? પણ મોટા મોટા નગરે-શહેરે પણ શુન્ય થઈ રહ્યા હતા, છતાં ગુરૂદેવની અનુપમ કૃપાથી આનંદ પૂર્વક ચાલતે ચાલતે સમસ્ત શ્રીસંઘ અનુક્રમે ધંધુકા નગર પહોંચ્યું, ત્યાંનો પ્રધાન શ્રાવક મંત્રીદલીય ઠકકુર ઉદયકરણ આદિએ સંઘની ભક્તિ બહુ સારી કરી.
અહીંથી વિહાર કરી પાલીતાણા પહોંચી ગુરૂદેવે શ્રીસંઘ સહિત બીજી વાર યાત્રા કરી અને અદ્વિતીય ભક્તિરસથી પૂર્ણ સુન્દરતમ સ્તોત્રો વડે પ્રભુની સ્તુતિ કરીને કૃતાર્થ થયાં સંઘાધિપતિ શેઠ વીરદેવ, પૃષ્ઠરક્ષક મંચ ઝાંઝા, શેઠ તેજપાલ નેમચંદ, દિહી નિવાસી શ્રીશ્રીમાલ રુદ્રપાલ, શા. નીમદેવ, મંત્રીદલીય ઠ૦ જવણપાલ, શા. લખમા, જાલેર નિવાસી શાહ પૂર્ણચંદ્ર સહજા, ગુઢ]ડાના શા. વધૂ આદિ શ્રીમત શ્રાવકેએ ૧૦ દિવસ પર્યન્ત ગિરિરાજ પર મહાદ્વાજારોપણ મોટીપૂજા, અવારિતસત્ર સ્વધામીવાત્સલ્ય, સંઘ પૂજા અને ઈન્દ્રપદાદિ મહાન ઉત્સર્યા. યાચકને અન્ન વસ્ત્ર અલંકાર આદિ આપીને જૈન શાસનની મહતી પ્રભાવના કરી.
શાહ લેહટના પુત્રરત્ન શાહ લખમાએ ૩૭૦૦ રૂપિયા સમર્પિત કરી ઈન્દ્રપદ ગ્રહણ કર્યું. દિલ્હી નિવાસી શ્રીશ્રીમાળ સુરજરાજના પુત્ર રૂદ્રપાલના લઘુ બાંધવ નીમદેવે ૧૨૦૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com