________________
૩૯ બારસે દ્રમ્મ ખરચી મંત્રી પદ લીધું તેમ અન્યાન્ય ધનવાન શ્રાવકોએ પણ બીજા વિવિધ પદો લીધાં બધી મળીને ૧૫૦૦૦ રૂપિયાની યુગાદિદેવના ભંડારમાં આવક થઈ.
શ્રીઆદિનાથ ભગવાનના વિધિચૈત્યમાં નવનિર્મિત ચોવીસ જિનાલય દેવકુલિકાઓ પર પૂજ્યશ્રી દ્વારા પ્રતિષ્ઠિત કલશ વજાદિ ચઢાવ્યાં. તદઅંતર સૂરિજી મહારાજ સમસ્ત સંઘ સહિત તલાટી આવ્યા, ત્યાંથી પાછાં ફરતાં પુનઃ સેરીસામાં પાર્શ્વનાથની યાત્રા કરી સંખેશ્વર આવ્યા. ત્યાં ચાર દિવસ ઉકાઈ સંઘ તરફથી મહાપૂજા ધ્વજારોપણુદિ ઉત્સવ થયાં ત્યાંથી પા(માં)ડલ ગ્રામે આવી શ્રીને મીશ્વરપ્રભુને સંઘ સહિત વંદન કર્યું, સૂરિજીએ સ્વપ્રતિભા વડે નવીન તેત્રે રચી આત્મગુણની પ્રેરણાદાયક પ્રભુનાં ગુણગાન કર્યા, બાદ અનુકમે ગામેગામ વિચરણ કરતાં કરતાં શ્રાવણ સુદિ ૧૧ ને દિવસે ભીમપલ્લી પાછાં આવ્યા, શેઠ વીરદેવ કૃત અનુપમ સમારેહ સાથે નગર પ્રવેશ કરીને શ્રી મહાવીર ભગવાનની ભવ્યતમ પ્રતિમાનાં દર્શન કરી ધન્ય થયા, સંધના દેશાંતરીય યાત્રાળુઓ સંઘપતિદ્વારા સન્માન પ્રાપ્ત કરી સ્વસ્થાને ગયા.
વિ. સં. ૧૩૮૨ વૈશાખ સુદ ૫ ના દિવસે શેઠ શ્રીવીરદેવે દીક્ષા માલાપણુદિ નન્દીમહેન્સ કર્યા સૂરિજી મહારાજે વિનયપ્રભ, નીતિપ્રભ, હરિપ્રલ, સેમપ્રભ, આ ચાર મુનિઓ અને કમલશ્રી લલિતશ્રી,આ બે સાધ્વીઓને દીક્ષા આપી, અનેક સાધ્વી શ્રાવિકાઓએ માલા ગ્રહણ કરી, સમ્યકત્વ, સામાયિક. પરિગ્રહ પરિમાણાદિ વ્રત લીધાં. આ ઉત્સવમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com