________________
૩૭ ત્સવ કર્યો, જેન શાસનના ઈતિહાસમાં આ પ્રવેશત્સવનું, સ્થાન અત્યન્ત મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે, ગુજરાતના હિન્દુ રાજ્યકાલમાં જેવી રીતે પ્રસિદ્ધ વીર તથા સાહિત્યિક મંત્રીશ્વર વસ્તુપાલે સં. ૧૨૮ માં શ્રીજિનેશ્વરસૂરિજી મહારાજનું અને યવનેના રાજ્યકાળમાં શેઠ જેસલે વિ ૧૩૩૪ યા ૧૩૬૭ માં શ્રીજિનચંદ્રસૂરિજીને નગર પ્રવેશોત્સવ કર્યો હતો તેવીજ રીતે આ ઉત્સવ પણ પૂર્વની હિન્દુ રાજ્યકાલની સ્વર્ણમય ઘડિઓનું સંમરણ કરાવી રહ્યો હતે. - આચાર્ય શ્રીજિનકશલસૂરિજીએ શ્રીસંઘસહિત અજિતનાથ સ્વામીની અનેનવાંગીવૃત્તિકારક શ્રીઅભયદેવસૂરિ છએ સ્વનિર્મિત જયતિહુઅણ સ્તોત્રદ્વારા પ્રકટ કરેલ શ્રીસ્તંભન પાર્શ્વનાથ સ્વામીની નવનિર્મિત સ્તુતિ તેત્રે વડે સ્તવના કરીને ભકિત પૂર્વક યાત્રા કરી, ત્યાર પછી નિરંતર આઠ દિવસ સુધી સંઘપતિશેઠ વિરદેવ આદિ સંઘના મહર્થિક શ્રાવકેએ ખંભાતના શ્રીસંઘ સાથે જિનાલયમાં મહાવજારોપણ પુરસ્કર મહાપૂજા, અવારિત અન્નસત્ર (દાનશાળા), સહમીવચ્છલ અને ઈદ્રપદ ગ્રહણ આદિ વિશાળ મહેન્સમાં પુષ્કલ દ્રવ્ય વ્યય કર્યો. શેઠ કછુઆના પુત્રરત્ન દેવ ખામરાજના નાનાભાઈ દેવ સામળે ૧૨૦૦ બારસે દ્રમ્પ અર્પણ કરી ઈન્દ્રપદ ગ્રહણ કર્યું, તેમ અન્યાન્ય શ્રાવકેએ પણ
૧ આ શ્રાવકે ખંભાતના કોટ્ટપિકા પાડ માં શ્રી અજિતનાથ ભગવાનનું વિધિચૈત્ય અને પૌષધશાલા બનાવરાવી હતીઆ જિનાલયનો લેખ નાહરજીના પ્રાચીન જૈન લેખ સંગ્રહના બીજા ભાગમાં પ્રકટ થયે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com