________________
કીતિ આદિ ૧૨ સાધુ તથા પ્રવર્તિની પુણ્યસુન્દરી આદિ સમસ્ત સાધ્વીઓ સહિત સંઘની સાથે હતા, માર્ગમાં શ્રીસંઘને દર્શન એવં પૂજા કરવાની વ્યવસ્થા માટે શેઠ વીરદેવ કારિત દેવાલયમાં ચતુર્વિશતિજિનપટ્ટક સ્થાપિત કરી સંઘની સાથે રાખ્યું, જો કે ચાતુર્માસ બહુજ નજીક હતું. તે પણ આચાર્ય મહારાજ શ્રીસંઘની ભાવભીની પ્રાર્થનાને અસ્વીકાર ન કરી શક્યા, કારણ કે શ્રીસંઘ તે તીર્થકર ભગવતે માટે પણ આદરણીય હોય છે. આ સંઘ સાથે અનેકે ઊંટ ઘડા આદિ વાહને તથા અગણિત પાયદળ યાત્રિએ હતા.
અત્યન્ત સમારેહ (ઠાઠ) પૂર્વક ભીમપલ્લીથી પ્રયાણ કરી બબે દિવસની સ્થિરતા કરતાં વાયડ નગરમાં પ્રભુ શ્રીમહાવીર સ્વામી અને સેરીસામાં ભગવાન પાર્શ્વનાથ સ્વામીની વિજારે પણદિ મહાપૂજા પૂર્વક તીર્થયાત્રા કરી ત્યાંથી અત્યન્ત સકિટવન્તીં આશાપલ્લીના મુખીયાં શ્રાવક સડણપાલ,મંડળીક, બૈજલ આદિ વિધિસંઘની વિજ્ઞપ્તિનો સ્વીકાર કરી સૂરિજી મહારાજ સઘ સહિત આશાપલ્લી પધાર્યા અને ત્યાંના સંઘ તરફથી થએલ મોટા સમારેહ સાથે આદિનાથ ભગવાનનાં દર્શન કરી માલારેપણત્સવ કર્યો. - બાદમાં ત્યાંથી આગળ દરેકે દરેક સ્થળે ધર્મની મહાન પ્રભાવના પૂર્વક જૈન સંસ્કૃતિની વિજય વૈજયન્તી ફરકાવતે સંઘ ક્રમશઃ ખંભાત આવી પહોંચે, તે સમયે ખંભાત જૈન સંસ્કૃતિ અને સભ્યતાનું એક મોટું કેન્દ્ર ગણાતું. સંઘપતિ શેઠ વીરદેવે નગરના સર્વ લોકોને એકઠા કરી સંધસહિત સૂરિજી મહારાજને વર્ણનાશકય ભવ્ય પ્રવેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com