________________
૩૫
અને શ્રાવિકાઓએ માળાઓ ગ્રહણ કરી, અને ઘણાએ શ્રાવકોએ દ્વાદશત્રત અંગીકાર કર્યા
ભીમપલ્લીના સુવિખ્યાત શ્રાવક શ્રીમાન વીરદેવ આદિની વિનયાંતિ વિજ્ઞપ્તિથી સૂરિજી મહારાજ પાટણથી વિહાર કરી વિશાખ વદિ ૧૩ ને દિને ભીમપલ્લી પધારી મહાવીરસ્વામીની
પ્રતિમાના દર્શન કર્યા, તે પ્રસંગે શેઠ વીરદેવે મેટા ઠાઠમાઠથી • પ્રવેશોત્સવ કરી ગુરુભક્તિને અપૂર્વ લાભ લીધે. શુદ્ધ ગુરૂને જ્યાં સંયોગ અને વાણું શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યાં આધ્યાત્મિક ભાવનાઓનાં ઝરણાં છૂટે એ સ્વાભાવિક વાત છે, તદનુસાર સૂરિજી મહારાજના પધારવાથી ભીમપલ્લીની જૈન જનતામાં ધર્મધ્યાનની અનુપમ લહેરીઓ ઉછળવા માંડી હતી. શ્રાદ્ધવર્ય શ્રીમાનું વીરદેવે પિતાના લઘુબંધુ શો માલદેવ સાથે યવનસમ્રાટ ગ્યાસુદ્દીન પાસેથી શત્રુંજ્ય યાત્રા નિમિત્ત શાહી આજ્ઞા પ્રાપ્ત કરી કંકુપત્રિકાઓ દ્વારા દેશદેશાંતરના સમસ્ત શ્રીસંઘને પિતાના તરફથી નિકળનાર યાત્રીસંઘમાં ભાગ લેવા નમ્રતા પૂર્વક આમંત્રણ આપ્યું.
ક્રમશઃ અનેક ગ્રામનગરીને સર્વ શ્રીસંઘ એકત્ર થવાથી જેઠ વદિ અને શુભ મુહુર્તમાં શેઠ વીરદેવને સંઘરૂપી સેનાને સંચાલિત કરવા માટે સૂરિજીએ સંઘપતિ પદ પ્રદાન કર્યું. શેઠ રાજ દેવના પુત્રરત્ન ઝાંઝા, શા. પૂર્ણપાલ, શાસૂટા, આ ત્રણે ભાઈઓ અત્યંત શક્તિસમ્પન્ન વીરયોદ્ધાઓ હતા, જેથી એએ સંઘના પૃષ્ઠરક્ષક તરીકે નિયુક્ત થયાં. આચાર્ય ભગવાન શ્રીજિનકુશલસૂરિજી મહારાજ પુણ્યકીર્તિ, સુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com