________________
પિતાના સઘળાં મરશે પરિપૂર્ણ થવાથી ક્યા માણસનું હૈયું હર્ષિત ન થાય? સંઘ પતિ શેઠ પતિએ પિતાની મનઃકામના સંપૂર્ણતયા પૂરી થઈ જાણીને મુતહસ્તે સ્વર્ણ વસ્ત્ર, અલંકાર આદિ ઉચિત વસ્તુઓનું દાન એવું કર્યું કે જેથી સમસ્ત સૌરાષ્ટ્ર દેશમાં વસતા યાચકની મનોવાંચ્છા પૂર્ણ થઈ
સમસ્ત શ્રીસંઘ સહિત વિહાર કરતાં શ્રીજિનકુશળસૂરિજી મહારાજ શ્રાવણ સુદી ૧૩ સે નિર્વિઘતયા પાટણ પધાર્યા, આખાયે સંઘ ૧૫ દિવસ નગર બહાર રહ્યો ભાદ્ર પદ કૃષ્ણ એકાદશીને દિવસે શુભ મુહૂર્તમાં શેઠ શ્યપતિ અને તેજપાલના પ્રયત્નથી થયેલ મેટા ઉત્સવ પૂર્વક નગર પ્રવેશ થયે. સંઘવીએ બીજી વાર પાટણમાં યાચકને પુષ્કળ દાન આપ્યું. બાદ પોતાના સમાદરણીય પરમ પૂજ્ય ગુરૂમહારાજના ચરણ કમલમાં મસ્તક નમાવી તેમની આજ્ઞા પ્રાપ્ત કરી સંઘ સાથે દિલહી પ્રયાણ કર્યું. માર્ગમાં આવતાં અને કે જિનાલયનાં દર્શન કરતે કરતે સંઘ શ્રીજિનચંદ્રસૂરિજીના નિર્વાણ સ્થાન કેશવાણ આવી પહોંચ્યા. ત્યાં તેમના સ્તૂપ પર ધ્વજા ચઢાવી મહાપૂજા કરી વિલેપનાદિ કર્યા, ત્યાંથી ફધિ આવી પાર્વનાથ ભગવાનના દર્શન કર્યા. અન્ય દેશના માણસે જે ફલે-- ધીમાં આવી સંઘ સાથે જોડાયા હતાં તે બધાએ પોત પોતાના સ્થાને તરફ વળ્યા. સંઘપતિ શેઠ રપતિ જે માર્ગે આવ્યા હતા તે માર્ગે જ ચાલતા ચાલતા કાતિક કૃષ્ણ અને દિને દિલહી. પહોંચ્યા. બાદશાહ દ્વારા સન્માનિત એવા પિતાના પુત્ર શ્રી ધર્મસિંહે નિર્ગમન મહત્સવ કરતાં વિશેષ સમારોહ પૂર્વક નગરપ્રવેશોત્સવ કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com