________________
નવા ઝુંઝણું નિવાસી શાક કે આદિ સમુદાય સંઘની સાથે થઈ ગયે, ધીરે ધીરે જૈનશાસનની અખંડ જ્યોતિ જગાવતા જગાવતા સંઘે ફલેધી આવી પાર્શ્વનાથજીની યાત્રા કરી.
સંઘવી શ્રીમાન રપતિ દ્વારા પૂર્વ આમંત્રિત શેઠ હરપાલ પુત્ર ગોપાલ શાહ પાસવીર પુત્ર નન્દન, શા. હેમલ પુત્ર કçયા, શાપૂર્ણ ચંદ્ર પુત્ર હરિપાલ, શાપેથડ, બાહડ, લાખણ, સીવા, સામલ, કીકટ આદિ ઉચ્ચનગરના શ્રાવકે તથા દેવરાજપુરા દેરાઉર)ના શા. વસ્તુપાલ આદિ કયાસપુરના શાહ મેડણ આદિ મકોટ(મોટ)ને શાક તલ્પણદિ સિધુ દેશના સંઘે પણ આવી પહોંચ્યા, એવી જ રીતે નાગૌર આદિ સપાદલક્ષ દેશના શાલખમસિંહ, મેડતાના શાહ આચા આદિ, કેશવાણના મંત્ર કેલ્કાદિ, જેવી રીતે નાની મેટી નદીઓ મળી અંતે સમુદ્રમાં ભળે છે. એવી રીતે અને કે ગામના શ્રાવકો પણ તીર્થયાત્રાને લાહ લેવા આ વિશાળ સંઘ રૂપી સમુદ્રમાં ભળવા લાગ્યા. - ત્યાંથી સકલ શ્રીસંઘ ગુઈડાના શાક મેલું આદિને લઈ જાલેર પહોંચ્યો, ત્યારે ત્યાંના સંઘ તરફથી રાજકીય અધિકારી વર્ગના સહગ સાથે સંઘનું ભાવભીનું અતિ ભવ્યસ્વાગત કરવામાં આવ્યું, યાત્રીગણે સમરત જિનાલમાં શુદ્ધ ભાવથી દર્શન કરવા રૂપ ચૈત્યપ્રવાડી કરી, જાલેરના શ્રાવક મહિરાજ, કેટકપુર(કેરટા)ને શા. ગાંગા આદિ અનેક ભાઈ બહેને સંઘમાં ભળ્યાં, સંઘ કમશઃ શ્રીશ્રીમાલ (ભિન્નમાલ) નગરમાં શ્રી શાંતિનાથ અને ભીમપલ્લી એવં વાયડમાં શ્રી મહાવીર પ્રભુની યાત્રા કરી જેઠ વદિ ૧૪ના ગુજરાત દેશની રાજધાની અણહિલપુર પાટણમાં આવી પહોંચે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com