________________
અહિં સ્થાવરતીર્થ શ્રી શાંતિનાથ ભગવાન અને જગમતીર્થ શ્રીજિનકુશલસૂરિજીના ચરણાવિંદમાં શાહ રય પતિ, શા. મહણસિંહ આદિ સંઘના તમામ ભાઈ બહેનેએ ભકિન્ન પૂર્વક વંદના કરી, શ્રી શાંતિનાથ ભગવાનના વિશાલ દેરાસરમાં અષ્ટાન્ડિકા મહત્સવ કરી પાટણ નગરના સમસ્ત જિનાલયેની વિધિવત્ ચિત્યપ્રવાડી કરી.
સંઘવી શેઠ રપતિ, મહણસિંહ, શ્રેટ ગોપાલ, જવણપાલ, શાહકાલા, હરિપાલ આદિ પૃથફપૃથફ દેશના શ્રાવક અને સ્થાનીય શ્રીમતે પૈકી શેઠ તેજપાલ એવં સંઘના પૃષ્ઠરક્ષક શેઠ રાજસિંહ, શ્રીપતિ પુત્ર કુલચંદ્ર, ધણુ પુત્ર ગોસલ, આદિ પાટણ તથા હમીરપુરના શ્રાવક સમુદાયે આવી આચાર્ય મહારાજને સંઘમાં પધારવાની નિમ્ન શબ્દોમાં વિનંતિ કરી.“પ્રજો! વર્ષાકાલ અત્યન્ત સમીપ છતાંએ સંઘના કલ્યાણ નિમિત્તે આપ અતિશીધ્ર પધારે, જેથી અમારા બધાયે લોકેની તીર્થયાત્રાની ઉત્કટ ભાવના સફલીભૂત થાય” સંઘની પ્રાર્થનાજ એવી સચેટ હતી કે સૂરિજી મહારાજ તેને ટાળી ન શક્યા, પ્રત્યુત મિતી જેઠ સુદિ ના રોજ શુભ મુહૂર્તમાં ગુરુદેવ શ્રીજિનચંદ્ર સૂરિજીનું ધ્યાન મનમાં કરતા કરતા સૂરિજી મહારાજે ૧૭ સાધુ અને જયદ્ધિમહત્તરા પુણ્યસુંદરી ગણિની પ્રમુખ ૧૯ આર્યાએ સહિત ગિરિરાજની શુભ યાત્રા નિમિત્તે સંઘ સાથે વિહાર કર્યો.
આપણે ઉપર જોઈ ગયા છીએ કે આ સંઘમાં અનેક મહુધ્ધિવાળાં શ્રાવક શ્રાવિકાઓ હતાં જેમાંના આ પ્રધાનપદે છે, સહુથી પ્રથમ આ સંઘસેનાના સેનાપતિ શેઠ રપતિ, પૃષ્ઠ રક્ષક શેઠ રાજસિંહ, પ્રબલ દ્વાએશેઠ મહણસિંહ, જવણપાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com