________________
સહિત અનેક અધિષ્ઠાતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરી.
ઉપર્યુકત મહોત્સવમાં ભીમપલ્લીના શેઠ વીરદેવ અને ભીમપત્તન,ભીમપલ્લી તેમ આશાપલ્લીના અન્યાયશ્રાવકે પણ સંઘ પૂજા સાહસ્મિવચ્છલ આદિ ધાર્મિક સુકૃત્યે કરવામાં સ્વદ્રવ્યને સદુપયોગ કરી હર્ષિત થયા, સાધુ સહજપાલના પુત્ર સ્થિરચંદ્ર અને શાહ ધીણાના પુત્ર ખેતસીએ ઈન્દ્રપદ આદિ મહોત્સવ એવં બીજા વિવિધ ધર્મકાર્યોમાં પુષ્કળ દ્રવ્ય વ્યય કરી જેનશાસનની મહતી પ્રભાવના કરી.
સુગ્ય પુરૂષની યેગ્યતાઓને અનુભવ જગત્ સ્વયમેવ કરી લે છે, એ વાત દીપક તુલ્ય સ્પષ્ટ છે. શ્રીમાન આચાર્ય મહારાજની વિદ્વત્તા અને પ્રભાવિત્પાદક વ્યાખ્યાન શૈલીની સુવાસ ચારે તરફ ફેલાતાં વાર ન લાગી, જેના ફલ સ્વરૂપ વિભિન્ન નગરાના સંઘ તરપૂથી ચાતુર્માસ માટે નિમત્રણે આવવા લાગ્યાં.
ઉસે થયાં બાદ આચાર્ય શ્રી વિજાપુર પધાર્યા, ત્યાં ધામધુમ પૂર્વક ભવ્ય પ્રવેશોત્સવ થયો અને શ્રીસંઘની અભ્યર્થનાથી તેઓશ્રીને ચોમાસું પણ ત્યાં જ કરવું પડ્યું. વિજાપુરમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનના મહાતીર્થની ભક્તિ પૂર્વક યાત્રા કરી સૂરિજી મહારાજ ત્રિશંગમ પધાર્યા, સાધુરાજ જેસલના પુત્ર જગધર અને સલખણે અસંખ્ય નરનારીઓના સમુદાય સાથે બધાઓને આશ્ચર્યચક્તિ કરે એ ભવ્ય પ્રવેશોત્સવ ઉત્સાહ પૂર્વક કર્યો, ત્યાંથી પુનઃ વિજાપુર આવી ત્યાંના તથા ત્રિશંગમના સંઘ સહિત આરાસણ અને તારંગા જેવા મહાન તીર્થોની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com