________________
કૃપાકટાક્ષથી “વફૅન્તો માવન હિતા” આ કાવ્ય દ્વારા લાક્ષણિક શૈલીમાં અતી મનહર શબ્દપદ્ધતિએ બહુ સુંદર
વ્યાખ્યાન આપ્યું, સમસ્ત સંઘે ચમત્કૃત થઈ “પાધવણસૂ રવી” નામથી પ્રસિદ્ધિ કરી. સંવત ૧૪૦૦ વૈશાખ સુદિ ૧૪ના રોજ પાટણમાં સ્વર્ગવાસ થયે, સંઘે આપની સ્મૃતિમાં આપને સુંદર સ્તૂપ નિર્માણ કરાવ્યું. આપ દ્વારા નિર્મિત કુશલસૂરિ અષ્ટક, સ્થૂલિભદ્ર ફાગ અને કેટલાક તેત્રે આદિ વિદ્યમાન છે.
શ્રીજિનપદ્મસૂરિજીના પટ્ટપર સં૦ ૧૪૦૦ આષાઢ વદિ ૧ને હિને પાટણમાં શ્રીતરૂણપ્રભસૂરિજીએ શ્રીજિનલબ્ધિસૂરિજીને બેસાડ્યા, નવલખા અમરસી (આસા) ઈશ્વરે પત્સવ કર્યો. આણાવધાની શ્રીજિનલબ્ધિસૂરિજી સં. ૧૪૦૬નાં વર્ષે નાગારમાં સ્વર્ગે સિધાવ્યા, તત્પટ્ટોપરિ તરૂણપ્રભાચાર્યજીએ વિ. સં. ૧૪૦૬ મોઘ સુદિ ૧૦ને દિવસે જેસલમેરમાં શ્રીમાલ શાહ હાજી કારિત મહોત્સવ પૂર્વક શ્રીજિનચંદ્રસૂરિજીને સ્થાપિત કર્યા. સં. ૧૪૧૪માં ખંભાતમાં આપ પણ પરલેકવાસી બન્યા, ત્યાં બગીચામાં આપને એક સ્તૂપ બનાવવામાં આવ્યું હતું. એમના પટ્ટધર આપણુ ચરિત્રનાયક શ્રીજિનકુશલસૂરિજી મહારાજના અંતેવાસી મહેપાધ્યાય શ્રીસેમપ્રભજી થયા, જેનું વર્ણન આગળ પૃષ્ટ ૭૮માં આવી ગયું છે.
.: સમાપ્ત : ૧ આ અષ્ટક પર ધરણીધર કૃત વૃત્તિની જ પત્ર વાળી પ્રતિ “શ્રી વિજયધર્મસૂરિ જ્ઞાનમંદિર” આગરામાં નં. ૧૯૭૬ ઉપલબ્ધ છે. બીજી પ્રતિ ભાવહર્ષીપ જ્ઞાનભંડાર બાલોતરામાં પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com