________________
નજીની તીવ્ર પ્રતિભાના ભારે વખાણ કર્યા, આચાર્ય મહારાજે તત્કાળ નૂતન કાવ્ય નિર્માણ કરી રાજા રામદેવનું આબેહુબ વર્ણન કર્યું, રાજાસાહેબે એ કાવ્યને વિકટ અક્ષરમાં લખાવ્યું, પૂજ્ય આચાર્યશ્રીએ તે એકજ કાવ્યના અનેક અર્થો કરી રાજાને ચમત્કૃત કર્યો, તદનંતર શ્રીસંઘ સમસ્ત ચંદ્રાવતી થઈ પાછે બુજાદ્રી આચ્ચે, શેઠ મોખદેવે રાજા ઉદયસિંહ સહિત ભવ્યપ્રવેશોત્સવ કર્યો, ચાતુર્માસ પણ સૂરિજી મહારાજને અહીં જ થયે. પ્રાચીન ગુર્નાવલીમાં અહિં સુધીનું જ વર્ણન છે.
અન્યાન્ય પટ્ટાવલિઓમાં લખ્યું છે કે જ્યારે આપ સં. ૧૩૯૦માં બાડમેર પધાર્યા ત્યારે ત્યાંનાં શેઠ કુલધર દ્વારા નિર્માપિત શ્રી આદિનાથ અને મહાવીર પ્રભુનાં વિશાલ મંદિ
માં દર્શનાર્થ પધાર્યા પ્રવેશદ્વાર નાનું અને પ્રતિમાઓ વિશાળ જોઈ બાલસ્વભાવ વશાત્ પિતાની માતૃભાષા સિન્ધીમાં ઉપાધ્યાયજી ને પૂછયું કે
વ્હા રંઢા વસહી ક્લેિ માળી ગા?" ત્યારે પ્રત્યુત્તરમાં ઉપાધ્યાયજીએ સરસ રીતે તેમનું સમાધાન કર્યું ત્યાંથી વિહાર કરી પાટણ પધાર્યા, સરસ્વતી નદીને કિનારે આરામ કરતાં કરતાં વિચારવા લાગ્યા કે-પ્રાતઃકાલે પાટણને મહાન સંઘ વંદન કરવા આવશે ત્યાં હું જે એમની સન્મુખ સુંદર રીતે વ્યાખ્યાન નહીં આપી શકું તે સંઘ મનમાં શું સમજશે? ગુરૂદેવે મારામાં શું ગુણે જઈ આટલા મોટા સંઘનું નેતૃત્વ સોંપ્યું હશે ? એવી રીતે આખીયે રાત્રિ ચિન્તામાંજ ગાળી, એટલેજ નદીની અધિષ્ઠાતા સરસ્વતી દેવીએ પ્રત્યક્ષ થઈને વરદાન આપ્યું. પ્રાતઃકાલે ઉત્સાહ પૂર્વક ભક્તિથી શ્રીસંઘ વંદનાર્થે આવે એટલે સરસ્વતીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com