________________
- ચંદ્રાવતીથી પ્રયાણ કરી આરાસણ(કુંભારીયા)માં નેમિનાથ = આદિ પંચતીર્થીને વંદન કર્યું, ત્યાંના ભંડારમાં ૧૫૦ રૂપિયા ભેટ આપી તારંગા આવ્યા જ્યાં ચૌલુકયવંશદિનમણિ પરમહંત શ્રીમાન્ કુમારપાળ ભૂપાલ કારિત ગગનચુંબી ભવ્ય મંદિરમાં વિરાજિત શ્રી અજિતનાથ મહારાજનાં દર્શન કર્યા, ૨૦૦ રૂપિયા - ભેટ આપ્યાં, તારંગાથી પાછા ફરતાં સંઘ ત્રિશંગમ આવ્યે, મસ્ત્રી સાંગણ પુત્ર મંડલીક વયરસિંહ નેમા કુમારપાલ મહિપાલ આદિએ પિતાના રાજા મહીપાલના પુત્ર મહારાજા રામદેવને વિનંતી કરી સરકારી વાજિત્રે સહિત સંઘને પ્રવેશોત્સવ કર્યો, પૂજ્યશ્રીએ બહુ સમારેહથી ચૈત્યપ્રવાડી કરી, સંઘ પાર્થ પ્રભુની સન્મુખ ૧૫૦) ભેટ કર્યા.
લઘુવયસ્ક પ્રતિભાસમ્પન્ન આચાર્યવર્ય શ્રીજિનપદ્રસૂરિજી મહારાજના ગુણની બહુ પ્રશંસા સાંભળી રાજા રામદેવે શેઠ મેખદેવ અને મંત્રી મંડલીક સમક્ષ સૂરિજી મહારાજનાં દર્શન કરવાની તીવ્ર ઉત્કંઠા દર્શાવી, તે બને શ્રાવકેના આગ્રહથી મહોપાધ્યાય શ્રીલબ્લિનિધાનાદિ સારા વિદ્વાન સાધુઓ સહિત આચાર્યદેવ રાજસભામાં પધાર્યા, નરપતિએ સિંહાસનથી ઉઠી સ્વાગત પૂર્વક સૂરિજી મહારાજને વંદન નમસ્કાર કરી પાટપર બિરાજવા નમ્ર શબ્દોમાં વિનંતી કરી, આચાર્યશ્રીએ રાજાને ધર્મ લાભ આશીર્વાદ આપે. જ્યારે મુનિએ બધા ક્રમબધ્ધ યથાસ્થાને બેસી ગયા ત્યારે સારંગદેવ મહારાજના વ્યાસે પિતાના બનાવેલ કાવ્યની વિશદ વ્યાખ્યા કરી. ઉપાધ્યાય શ્રીલબ્ધિનિધાનજીએ વ્યાસ મહાશયની રચનામાં કેટલીક કિયા વિષયિક ત્રુટિઓ બતાવી, જેથી રાજા રામદેવે સંતુષ્ટ થઈ ઉપાધ્યાય- :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com