________________
ઉપસંહાર.
હંસકો સુભાવ ધાર કીનો ગુણ અંગીકાર, પન્નગ સુભાવ એક ધ્યાનસેં સુણીજીયે, ધારકે સમીરક સુભાવ જ્યુ સુગંધ યાકી, ઠેર ઠેર જ્ઞાતાદમેં પ્રકાશ કીજીયે, પર ઉપગાર ગુણવંત વિનતિ હમારી, હિરદેમે ધાર ચાકું થિર કરી દીજીયે; ચિદાનંદ કે અરૂ સુણકે સાર એહિ, જિન આણું ધાર નરભવ લાહે લીજીયે. પર
અ—-ચિદાનંદજી મહારાજ કહે છે કે આ સવૈયાઓ વાંચીને હેભવ્ય જીવો! તમે હંસને સ્વભાવ ધારણ કરીને તેમાંથી સાર-તત્ત્વને અંગીકાર કરજે અને સપને સ્વભાવ ધારણ કરીને તેને એક ચિત્તે સાંભળજે. પવનને સ્વભાવ ધારણ કરીને તે જેમ સુગંધને ફેલાવે છે તેમ તમે આનો પ્રકાશ જિજ્ઞાસુ જનોના સમૂહમાં પ્રકાશિત કરજે. પરોપકાર કરવાના ગુણવાળા સજજને પ્રત્યે મારી એજ વિનતિ છે કે આ સવૈયાઓમાં કહેલા ભાવને હદયમાં ધારણ કરીને તેને ત્યાં સ્થિર કરી દેજે. તેમજ વળી કહેવાને ને સાંભળવાને સાર માત્ર એજ છે કે શ્રી જિનેશ્વરની આજ્ઞા ધારણ કરીને આ મનુખ્યભવને લાહો-લાભ લઈ લેજે-ભૂલશો નહીં. પર
ઇતિશ્રી ચિદાનંદજીકૃત સવૈયાઓ સાથે સમાપ્ત.
- == ===
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com