________________
(૩૮) અનેક પ્રકારના નાચ નાખ્યો છે. વળી પાંચ પ્રકારના મિથ્યાત્વ રૂપ શણગાર અંગપર સજીને મેહમયી મદિરાનું સારી પેઠે પાન કર્યું છે. કુમતિરૂપ કુસંગના વશથી અતિ ઉદ્ભટ વેશ ધારણ કર્યો છે અને ક્રોધમાનના રસમાં મગ્ન થઈને તેમાં તલ્લીનપણે કર્યો છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે–પિતાના સ્વરૂપને ભૂલી જઈને આ જીવે સાંસારિકપણાનું મોટું (!) બિરૂદ ધારણ કર્યું છે સંસારી કહેવાણે છે. ૫૦
શિવ સુખકાજ ધર્મ કહે જિનરાજ દેવ, તાકે ચાર ભેદ જ્યુ આચારાદિક જાણીએ દાન શીલ તપ ભાવ હેનિમિત્ત નિખાવ, નિહચે વવહારથી દુવિધ મન આણીએ
સ્યાદવાદરૂપ અતિ પરમ અનુપ એસે, દયારસ કૂપ પરતક્ષ પહચાણીએ; ચિદાનંદ અંકિતાદિ દૂષણ નિવાર સહ, ધરમ પ્રતીત ગાદી ચિત્તમાંહી ઠાણીએ. પ૧
અર્થ–શ્રી જિનેશ્વરદેવે શિવસુખની પ્રાપ્તિને માટે ધમની પ્રરૂપણ કરી છે. તેના મુખ્ય આચારાદિ ચાર ભેદ કહ્યા છે. તે ધર્મના નિમિત્તભૂત દાન, શીલ તપ ને ભાવરૂપ ચાર પ્રકાર પણ તેમણે જ કહ્યાં છે. વળી નિશ્ચય ને વ્યવહાર એવા બે ભેદ પણ તેના કહ્યા છે. એ ધર્મ સ્યાદ્વાદરૂપ અત્યંત શ્રેષ્ટ, અનુપમ અને પ્રત્યક્ષ દયારસના કૂપસમે કહે છે. એ રીતે તેની પિછાન કરવા ગ્ય છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે એ ધર્મ શંકા વિગેરે દૂષણે તજીને ગ્રહણ કરો અને તેની પ્રતીતિ પોતાના ચિત્તમાં ગાઢપણે ધારણ કરવી. ૫૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com