________________
ગુણસ્થાન ક્રમારોહ
૪૭
तत्राष्टभे गुणस्थाने, शुक्लसध्यानमादिमम् । ध्यातुं प्रक्रमते साधु-राद्यसंहननान्वितः ॥ ५१ ॥ निष्पकम्पं विधायाथ, दृढं पर्यक्रमासनं ।। નાન્નિશેત્ર, વિવિદુભિજિતેણ: | પર | विकल्पवागुरांजाला दूरोत्सारितमानसः । संसारांच्छेदनोत्साहो, योगीन्द्रो ध्यातुमर्हति ॥ ५३ ॥
અર્થ-હવે સક્ષેપમાં ક્ષપકશ્રેણિનું લક્ષણ કહીશ કે જે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈને યોગી (ક્ષપક મુનિ) કર્મને ક્ષય કરવાને પ્રારંભ કરે છે. (૪૭)
પૂર્વે નહિ બાંધેલા આયુષ્યવાળા ચરમશરીરી લઘુકર્મી જીવને ચોથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાને નરકાયુષ્ય ક્ષય પામે છે. (૪૮)
તથા પાંચમા ગુણસ્થાને તિર્યંચ આયુષ્યને ક્ષય થાય છે અને સાતમે ગુરુસ્થાને દેવ આયુષ્યને તથા દર્શનમોહનીયની સાત પ્રકૃતિને પણ ક્ષય થાય છે. (૪૮)
એ પ્રમાણે તે દશ પ્રકૃતિઓને ક્ષય કરી વિશુદ્ધ અધ્યાયવાળે મુનિ વિશેષતઃ ધર્મધ્યાન ધ્યાવતે આઠમું અપૂર્વકરણ ગુણરથાન પામે છે. (૫૦),
આઠમા ગુણસ્થાને વજ ઋષભ નારા સંઘયણુ વાળે ક્ષપક મુનિ પૃથર્વ વિતર્ક સપ્રવિચાર નામનું પહેલું સુકલ ધ્યાન ધાવવાને પ્રારંભ કરે છે. (૫૧)
નિષ્કપ નિચળ અને દઢ પર્યકાસન કરીને નાસિકાના અગ્રભાગે સ્થાપેલ ઉત્તમ દષ્ટ વાળો તથા સહેજ ઉઘાઠી દષ્ટિવાળે, (પર).
તથા કપનાઓ રૂપી જાળના બંધનમાંથી છૂટા પડેલ ચિત્તવાળો (કલ્પના રહિત ચિત્તવાળો) તથા સંસારને ક્ષય કરવાને ઉત્સાહ વાળે યોગીન્દ્ર ધ્યાન કરવાને લાયક છે. (૫૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com