________________
૨૦૧
બારમું ક્ષીણમેહ વીતરાગ છવાસ્થ ગુણસ્થાન
ક્ષપક શ્રેણું ક્ષપકશ્રેણી કરનાર જ આ બારમા ગુણસ્થાને આવે છે. ક્રમશઃ ચડતાં ચડતાં જે અધ્યવસાય દ્વારા આત્મા દર્શન મોહનીયને અને ત્યાર પછી ચારિત્ર મોહનીયને સર્વથા ક્ષય કરે તે ક્ષેપક શ્રેણી કહેવાય છે. તેના બે અંશ છે–૧) ક્ષાયિક ભાવનું સમ્યકત્વ અને (૨) ક્ષાયિક ભાવનું ચારિત્ર. ક્ષપકની પાત્રતા
ક્ષપકશ્રેણીને આરંભ કરનાર મનુષ્ય જ હોય છે અને તે આઠ વર્ષથી અધિક વયને, પહેલા વજઋષભ નારા સાયણવાળે, શુદ્ધ ધ્યાનયુક્ત મનવાળ, ચેથા અવિરતિ, પાંચમા દેશ વિરતિ, છઠા પ્રમત્ત અને સાતમા અપ્રમત એ ચાર ગુણસ્થાનમાંના કોઈ પણ એક ગુણસ્થાનમાં વર્તત ક્ષાપશમ સમ્યકતી હોય છે.
ક્ષપક શ્રેણી તે આઠમા ગુણસ્થાનેથી જ મંડાય છે. પરંતુ શ્રેણી માંડનાર ક્ષયપશમ સમ્યકતી હોવો જોઈએ અને તે ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનમાં ક્ષયોપશમ સમ્યકત્વ પ્રાપ્ત કરીને પછી જ આઠમાં ગુણસ્થાનમાં આવી શ્રેણી માંડી શકે છે.
ક્ષપક શ્રેણીને પ્રારંભક જે અપ્રમત્ત મુનિ હોય અને તે પૂર્વધર હેય તે તે શુકલધ્યાનથી શ્રેણું માંડે છે અને પૂર્વધર ન હોય તે તે ધર્મધ્યાનયુક્ત થઈને શ્રેણે પ્રારભે છે. બદ્ધાયુ અબદ્ધાયુ ક્ષક
ક્ષપક શ્રેણીને પ્રારંભ પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તે જ તે ચારિત્ર મોહનીયની ક્ષપકશ્રેણી પ્રારંભી શકે. અને તેણે આયુષ્ય બાંધી લીધું હોય તે અનંતાનુબંધીની વિસાજના (ક્ષય) કર્યા બાદ ત્રણ દર્શનમોહનીયન ક્ષય કરીને જ અટકે છે. તેથી આગળ ચારિત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com